ગોધરા: શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ગરમ કપડાં નું ધૂમ વેચાણ શરૂ થઇ ચૂક્યું છે.ત્યારે પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં છેલ્લા 10 કરતા વધારે વર્ષોથી દિલ્હી થી અવનવા લેટેસ્ટ ફેશન ના ગરમ કપડાં વેચાવા આવતા હોય છે. ગોધરાની પ્રજા પણ શો રૂમ કરતાં દિલ્હી તથા તિબેટીઅન ટેન્ટમાંથી કપડાં લેવાનું પસંદ કરતાં હોય છે.તેનુ કારણ એ છે કે ઠંડીનાં સમય માટે દિલ્હી અને અન્ય ઉપરી રાજ્યોમાં અવનવી અને લેટેસ્ટ ફેશન જોવા મળતી હોય છે તેમજ તેમાં પણ યુવક યુવતીઓ માં ટ્રેન્ડીન્ગ હૂંડી, જેકેટ, સ્વેટ શર્ટ, ફર જેકેટ, સ્વેટર જેવાં દિલ્હી તથા તિબેટીઅન કપડાં તેમના માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. લોકો શો રૂમ કરતાં પણ વધુ ગરમ કપડાં ની ખરીદી ઓપન માર્કેટ માં થી કરી રહ્યા છે કારણકે લેટેસ્ટ ફેશન, ડિઝાઈન કલર ની સાથે સાથે કપડાં ની કિંમત માં પણ ફરક જોવા મળતો હોય છે. ત્યારે ગોધરાના બજારોમાં ગરમ કપડાં નાં બજારોમાં સાંજ ના સમયે ભીડ જોવા મળી રહી છે.