ઓમીક્રોન , કોરોના ની સંભવિત ત્રીજી લહેર અંગે , ગોધરા સિવિલ હોસ્પિટલ
panchmahal news: જિલ્લા મુખ્ય તબિબિ અધિકારી સહ સિવિલ સર્જન ડૉ. મોના પંડ્યા એ જણાવ્યું કે હાલ જે પરીસ્થીતી છે તેને ધ્યાનમાં રાખીને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં આને તેની સામે આવેલા નર્સીગ કોલેજ માં બન્ને નાં થઇ ને ૪૦૦ બેડ ની સુવિધા ઉપલબ્ધ છે
Panchmahal news: ગોધરા સિવિલ હોસ્પિટલમાં (Godhra civil hospital) 400 બેડ સહિત ઓક્સિજન અને વેન્ટિલેટર ની સંપુર્ણ સુવિધા સાથે આવનારી કોરોના મહામારી ની સંભવિત ત્રીજી લહેર (corona third wave) સામે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય તબિબિ અધિકારી સહ સિવિલ સર્જન ડૉ. મોના પંડ્યા સાથે વાતચીત કરતા તેમણે આગામી સમય માટે ની તૈયારી અંગે વાતચીત કરી.
જિલ્લા મુખ્ય તબિબિ અધિકારી સહ સિવિલ સર્જન ડૉ. મોના પંડ્યા એ જણાવ્યું કે હાલ જે પરીસ્થીતી છે તેને ધ્યાનમાં રાખીને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં આને તેની સામે આવેલા નર્સીગ કોલેજ માં બન્ને નાં થઇ ને ૪૦૦ બેડ ની સુવિધા ઉપલબ્ધ છે જેમાં બન્ને જગ્યાએ ઓક્સિજન ની સુવિધા તેમજ ઓક્સિજન નાં જમ્બો સીલીન્ડર તેમજ ૩ પી એસ એ પ્લાન્ટ ગોધરા સિવિલ હોસ્પિટલ પાસે ઉપલબ્ધ છે અને જે કાર્યરત છે.
તેમજ તેમણે ઉમેર્યું કે દવાઓ નો સ્ટોક અને સ્ટાફ હાલની પરિસ્થિતિ ને જોતા પૂરતો છે અને જો દર્દી ઓ ની સંખ્યા વધે તો જિલ્લા પ્રશાસન અને જિલ્લા પંચાયત દ્વારા જે રીતે બીજી લહેર માં ફાળવવામાં આવ્યા હતા તે રીતે જરૂર પડ્યે ત્રીજી લહેર માં ફાળવવામાં આવશે. તેથી બધી રીતે પહોંચી વળવા ની તૈયારી ડૉ. મોના પંડ્યા દ્વારા દર્શાવવામાં આવી.તેમ છતાંય જિલ્લા પ્રશાસન અને જિલ્લા પંચાયત સાથે આ અંગે પરામર્શ કરવામાં આવી રહી છે.