Home /News /madhya-gujarat /

મૂળ ભારતની દેશી અને જર્સી ગાયનાં દૂધમાં શું છે ફરક, જાણો દેશી ગાયના દૂધના ફાયદા

મૂળ ભારતની દેશી અને જર્સી ગાયનાં દૂધમાં શું છે ફરક, જાણો દેશી ગાયના દૂધના ફાયદા

A1-A2

A1-A2 Milk, ભામૈયા, ગોધરા

કોરોના ના સમયમાં તેમને એવી તો શું શીખ મળી કે અચાનક પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા નું નક્કી કર્યું....

  પંચમહાલ:  ભારતમાં ગાય‌ને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેનું કારણમાં પછી જો કોઈનું દૂધ બાળકને પિવડાવવામા આવે છે તે ગાયનું દૂધ. પણ દૂધ દૂધમાં પણ ફરક છે. ભારતમાં પશુપાલન દેશી ગાય તેમજ જર્સી તથા એચ.એફ. ગાય સાથે કરવામાં આવતું હોય છે. પરંતુ તે બન્નેનાં દૂધમાં આસમાન જમીનનો ફરક છે.જર્સી તેમજ એચ.એફ. ગાય વિદેશી પ્રજાતીઓ છે જેના દૂધ ને A1 Milk ગણવામાં આવે છે તેમજ ભારતની ઉત્પન્ન થયેલી ગા ને દેશી ગાય ગણવામાં આવે છે જેનું દૂધ A2 Milk તરીકે ઓળખાય છે.

  દેશી ગાય ને ખાન્ધ નીકળતી હોય છે જે તેની ઓળખ છે. દેશી ગાય નું દૂધ આત્યંતિક પૌષ્ટિક તેમજ ગુણોથી ભરપૂર છે. પરંતુ વ્યવસાયીક હેતુથી ભારત માં જર્સી ગાય લાવવામાં આવી. A1 Milk આપતી વિદેશી ગાય દૂધ તો વધારે આપે છે પરંતુ તેમાં A2 Milk ની સરખામણી માં તત્વો ઓછા જોવા મળે છે તેમજ ‌‌‌‌‌‌‌‌‌પશુપાલન કરતાં ગોધરા નાં યુવક સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે A1 Milk થી લાંબા ગાળે હાયપર ટેન્શન, બીપી, કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જતી હોય છે.

  આજે ગોધરા થી અંદાજે આઠ કિલોમીટર દૂર આવેલા ભામૈયા ગામે જતા પોતે એમ.એ બી.એડ જેવો ઉચ્ચ અભ્યાસ કરીને પણ પશુ પાલન કરતા શૈલેષભાઈ પ્રજાપતિ સાથે મુલાકાત થઈ. તેઓ મૂળ રહેવાસી ગોધરાના છે તેમજ તેમને ઉચ્ચ અભ્યાસ કરી વ્યવસાય પણ કર્યો પરંતુ કોરોના ના સમયમાં તેમને એવી તો શું શીખ મળી કે અચાનક પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા નું નક્કી કર્યું.
  ગોધરા થી ૮ કિલોમીટર દૂર શૈલેષભાઈ પ્રજાપતિ એ ભામૈયા ગામે દેશી ગાય સાથે પશુપાલન વ્યવસાય શરૂ કર્યો. પરંતુ વ્યવસાય શરૂ કરતા પહેલા તમને ખૂબ જ ઉમદા સંશોધન કર્યું અને તે સંશોધન રૂપી મંથન માથી જે અમૃત નીકળ્યું તે આજે આપણી સમક્ષ તેમને રજુ કર્યું.

  શૈલેષભાઈ દ્વારા ભારતની સંસ્કૃતિ સમૃદ્ધિ અને બળ ખલાસ થઈ જવાના ખૂબ જ સચોટ કારણો કહેવામાં આવ્યા જેમાં તેમણે કહ્યું કે વર્ષો પહેલા સોને કી ચીડીયા કહેવાતું ભારત અચાનક નબળું શા માટે પડવા લાગ્યું? તેમણે કહ્યું કે આઝાદી પહેલા જ્યારે અંગ્રેજોએ જોયું કે ભારતમાં ડાંગરના પાક એક એકરમાં 59 ક્વિંટલ થાય છે જ્યારે અન્ય દેશોમાં તેનું પ્રમાણ 30થી 35 ક્વિન્ટલ જેટલું જ છે.

  અંગ્રેજોને ખબર પડી કે તેનું મૂળ કારણ ભારત દેશમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થતી હતી અને ત્યાર પછી ભારતમાં કતલખાનાઓની શરૂઆત થઈ.એટલુ જ નહીં ભારતની દેશી ગાય નું દૂધ જેને A2 Milk કહે છે તે પણ ભારતીય લોકો ની તંદુરસ્તી નું મૂખ્ય કારણ છે તેથી ભારતમાં અંગ્રેજો દ્વારા ડૂક્કર અને યાર્ક જેવા પ્રાણીઓમાંથી ઉત્પન્ન કરાયેલી એચ.એફ. તથા જર્સી જેવી પ્રજાતીઓની ગાય કે જેને ગાય ગણી જ ન શકાય તેવી પ્રજાતી નું આગમન શરું કરાયું.અને આ પ્રજાતિનું દૂધ A1 Milk તરીકે ઓળખાયું જે ખૂબ જ નુકસાન કારક છે. બીજી ઘણી રહસ્યમયી વાતો શૈલેષ ભાઇએ આ વિડીયો માં કરી છે પણ અંતે જ્યારે તેમની પાસેથી છૂટા પડતાં હતાં ત્યારે શૈલેશ ભાઇએ એક જ વાક્ય કીધું કે ગાયો કતલખાને શા માટે ગઇ? ... આપણે તેનું દૂધ પીવાનું બંધ કર્યું તેથી....
  First published:

  Tags: Panchmahal, ગોધરા, પંચમહાલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन