વેજલપુર: ગોધરા: પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (Godhra) તાલુકાના દેલોલ ટોલનાકા ખાતે પાસે નજીવી બાબતે મારા મારી થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાઇક પર થી પડી જતાં જોઈ રહેલા વ્યક્તિ ને બાઇક ચાલક શું જોવે છે એમ કહી ગાળાગાળી કરી જોનાર વ્યક્તિ સાથે મારામારી કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. કોઈ કારણ વગર પોતાનાં કામ થી ઊભા રહેલા વ્યક્તિ ને વગર કારણે બાઇક પર આવેલા ૨ વ્યક્તિઓ એ બરડા તથા માથા નાં ભાગે ગંભીર ઇજા પહોંચાડત દેરોલ ટોલનાકા પાસે ઉભેલા વ્યક્તિ એ મારામારી કરનાર ઇસમો સામે વેજલપુર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.
ગોધરા વડોદરા હાઈવે ઉપર આવેલાં દેલોલ ગામ પહેલા આવતાં ખડકી પાસે આવેલાં ટોલનાકા પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતા ખારાકૂવા ઉમરીયાવાળા ફળીયા માં , બેઢીયા ગામે રહેતા બળવંતસિંહ શનાભાઈ ચૌહાણ પોતાની મોટરસાયકલ લઈને પોતાના ઘરેથી ડેલોલ ખાતે દૂધ તથા શાકભાજી લેવા માટે જતા હતા તે વખતે ખડકી પાસે આવેલા ટોલનાકા પાસે ચા-નાસ્તાની દુકાન એ દૂધ લેવા માટે ઉભા રહ્યા હતા.
દરમિયાન બેઢીયા ગામના ભાથીજી મંદિર સામે રહેતા ભુપેન્દ્ર કુમાર વિક્રમસિંહ ચૌહાણ તથા બેડીયા ગામના નિશાળ ફળિયા માં રહેતા ધર્મેન્દ્રકુમાર હિંમતસિંહ ચૌહાણ ત્યાં આવ્યા અને તેઓની મોટરસાયકલ લઈને નીચે પડી ગયા હતા જેથી ફરિયાદ કરનાર ઈસમ સામાન્ય રીતે પડી ગયેલા વ્યક્તિઓને જોતા હતા ત્યારે પડી ગયેલા બે ઈસમોએ ફરિયાદી બળવંતસિંહ ને ફરી ફરીને તું શું જોવે છે તેમ કહી કોઈપણ કારણ વગર અચાનક તે ફરિયાદીને મા-બેન સમાણી ગંદી ગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને બન્ને જણાએ તેઓના હાથમાં પહેલા કડા થી બળવંતસિંહ ને બરડાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી.
તેથી બળવંત શનાભાઈ ચૌહાણ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે તે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વેજલપુર વી આર રાઠોડ દ્વારા ધર્મેન્દ્રકુમાર હિંમતસિંહ ચૌહાણ તથા ભુપેન્દ્ર કુમાર વિક્રમસિંહ ચૌહાણ વિરુદ્ધ કારણ વગર અપશબ્દો બોલવા તેમજ મારામારી કરવા બાબતે જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હોવાથી ઇપીકો કલમ ૩૨૩ ૫૦૪ ૧૧૪ તથા જી પી એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર