પાવાગઢમાં આજથી છ દિવસ ચઢવા પડશે પગથિયા, જાણી લો કારણ

News18 Gujarati
Updated: September 16, 2019, 10:28 AM IST
પાવાગઢમાં આજથી છ દિવસ ચઢવા પડશે પગથિયા, જાણી લો કારણ
પાવાગઢ

રાજ્યનાં (Gujarat) વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) જવાનું આયોજન કરી રહ્યાં હોવ તો આ સમાચાર તમારા માટે ઘણાં જ મહત્વનાં છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યનાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં જવાનું આયોજન કરી રહ્યાં હોવ તો આ સમાચાર તમારા માટે ઘણાં જ મહત્વનાં છે. પાવાગઢનાં ઉડન ખટોલા-રોપવે 16થી 21 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ઉડન ખટોલા ચલાવી રહેલી એજન્સીએ મહત્વની જાહેરાત કરી છે કે આગામી 6 દિવસ સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા બંધ રાખવામાં આવશે.

6 દિવસ પગથિયા ચઢવા પડશે

યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળ રીતે કરી શકે તે માટે ખાનગી કંપની ઉડન ખટોલા (રોપ-વે) ચલાવે છે. આ રોપ-વે આજથી 6 દિવસ માટે બંધ એટલે કે તારીખ 16 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા સેવા બંધ રહેશે. જે 22 સપ્ટેમ્બરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે. આમ આજથી 6 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ફરજીયાત ડુંગરના પગથિયા ચઢી માતાજીના દર્શન કરવા જવું પડશે.

આ પણ વાંચો : Traffic Rules ભંગ કરવા અંગે બોલ્યા વાહનચાલકો, 'પહેલા ખાડા પૂરો પછી કહેજો'

બે મહિના પહેવા પાવાગઢમાં રોપવે પડ્યું હતું

મહત્વનું છે કે ગત જૂન મહિનામાં યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠ માતાજી મંદિરના ડેવલેપમેન્ટનું કામ ચાલી રહ્યું હતુ. ત્યારે કન્સ્ટ્રક્શન કામ માટે રેતી-કપચી, સ્ટીલ, પથ્થર સહિતનો માલસામાન ચઢાવવા માટે માચી સ્થિત વણઝારા વાસમાં માલવાહક રોપવે બનાવવામાં આવ્યું હતું. ચંદીગઢની કંપની દ્વારા બનાવવામાં આવેલા આ રોપવેની ક્ષમતા પાંચ ટનની છે, જ્યારે 10 ટનના વજનની એક રેતી ભરેલી ટ્રોલી અને 10 હજાર લીટર પાણી ભરેલા ટેન્કરને ચઢાવવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન રોપવેનું ફાઉન્ડેશન એકાએક ધરાશાયી થઇ ગયું હતું. જેના કારણે રોપવેનું ગીયરબોક્સ ફેઇલ થઇ જતાં રોપવે તૂટી પડ્યો હતો. રોપવેના દોર પર લટકતું પાણીનું ટેન્કર અને રેતી ભરેલી ટ્રોલી ઉંડી ખીણમાં ખાબકી હતી. જ્યારે બે લોકોને ઇજા પણ પહોંચી હતી.
First published: September 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading