પંચમહાલ, દાહોદ, મહિસાગર: ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ (Gujarat Tribal Development Council) દાહોદ સંચાલીત નીચે મુજબની આશ્રમ શાળાઓ (Ashram school) માટે પ્રવાસી શિક્ષકની ભરતી (teacher requirements) જાહેર કરવામાં આવી છે. આ આશ્રમ શાળાઓમાં નીચે દર્શાવેલ જગ્યાઓ માટે મે. આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ૨ આશ્રમ શાળાઓની કચેરી દાહોદના જાહેરાત નંબર ૨૦૨૧-૨૨/વ.શી./૨૩૧૩ થી ૨૩૮૯ તારીખ ૨૩/૧૨/૨૦૨૧ નાં અનુસંધાને પ્રવાસી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. તેથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના લાયકાતનાં પ્રમાણપત્રોની અસલ તથા ઝેરોક્ષ નકલ સાથે રુબરુ તારીખ ૧૧/૦૧/૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરે ૧ વાગ્યે નીચે દર્શાવેલ સ્થળે ઉપસ્થિત થવાનું રહેશે.
૧. આદિવાસી આશ્રમ શાળા બાવકા, તાલુકો, જિલ્લો દાહોદ ખાતે ૨ જગ્યા ખાલી છે જેમાં ધોરણ ૬-૮ માં એક ગણિત/વિજ્ઞાન તથા એક અંગ્રેજી વિષય માટે છે. જેમાં અનુક્રમે શૈક્ષણિક લાયકાત બી.એસ.સી./બી.એડ. તથા બી.એ.બી.એડ. રહેશે.
૨. આદિવાસી આશ્રમ શાળા ડીટવાસ, તાલુકો કડાણા, જિલ્લો મહિસાગર ખાતે ૩ જગ્યા ખાલી છે જેમાં ધોરણ ૬-૮ માં એક ગણિત/વિજ્ઞાન તથા એક અંગ્રેજી વિષય માટે છે તથા ધોરણ ૧-૫ માં તમામ વિષય માટે એકની ભરતી કરવામાં આવશે. જેમાં અનુક્રમે શૈક્ષણિક લાયકાત બી.એસ.સી./બી.એડ. તથા બી.એ.બી.એડ. રહેશે તથા ધોરણ ૧-૫ માટે પી.ટી.સી. શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવી છે.
૩. આદિવાસી આશ્રમ શાળા દાંતિયા, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ ખાતે ૨ જગ્યા ખાલી છે જેમાં ધોરણ ૬-૮ માં એક સામાજિકવિજ્ઞાન તથા ધોરણ ૧-૫ માં એક તમામ વિષય માટે છે. જેમાં અનુક્રમે શૈક્ષણિક લાયકાત બી.એ.બી.એડ. તથા પી.ટી.સી. રહેશે.
૪. આદિવાસી આશ્રમ શાળા ટુવા, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ ખાતે ૪ જગ્યા ખાલી છે જેમાં ધોરણ ૬-૮ માં એક ગણિત/વિજ્ઞાન, એક અંગ્રેજી વિષય તથા એક સામાજિક વિજ્ઞાન માટે છે તેમજ ધોરણ ૧-૫ માં એક તમામ વિષય માટે જગ્યા ખાલી છે. જેમાં ધોરણ ૬-૮ માટે અનુક્રમે શૈક્ષણિક લાયકાત બી.એસ.સી./બી.એડ., બી.એ.બી.એડ. તથા બી.એ.બી.એડ. રહેશે તેમજ ધોરણ ૧-૫ માટે શૈક્ષણિક લાયકાત પી.ટી.સી. રહેશે.
નોંધનીય છે કે ઉપરોક્ત ખાલી જગ્યાઓ માટે સરકાર નાં ઠરાવ અનુસાર તાસ દિઠ માનદ્ વેતનથી ભરવાની થાય છે. પ્રવાસી શિક્ષકો નો કોઈ અન્ય સેવા વિષયક હક દાવો રહેશે નહીં. ઇન્ટરવ્યૂ સ્થળ: ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ, આદિવાસી ભવન, ડૉ. આંબેડકર રોડ, એલ.આઈ.સી.ની બાજુમાં દાહોદ.