Home /News /madhya-gujarat /JOBS: 108 ઈમરજન્સી "વોક- ઈન ઈન્ટરવ્યુ", ગુજરાતમાં કોઈ પણ સ્થળે કામ કરવા માટેની તૈયારી દર્શાવતા ઉમેદવારો માટે

JOBS: 108 ઈમરજન્સી "વોક- ઈન ઈન્ટરવ્યુ", ગુજરાતમાં કોઈ પણ સ્થળે કામ કરવા માટેની તૈયારી દર્શાવતા ઉમેદવારો માટે

ભરતી: ૧૦૮ ઈમરજન્સી મેડિકલ ટેકનીશ્યન, પંચમહાલ

ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન (ઈ. એમ. ટી) પર માટે ની લાયકાત BSC / GNM / ANM / HAT ભણતર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપવા જઈ શકશે. તેમજ અનુભવી કે બીન

    પંચમહાલ: જી.વી.કે. ઈ.એમ. આર.આઇ. સંસ્થા સાથે પી પી પી મોડેલ અંતર્ગત ૧૦૮ ઇમરજન્સી સેવાઓ રાજ્ય નાં તમામ જરૂરિયાત મંદ નાગરિકો ને આપાતકાલીન સમય ની નિઃશુલ્ક તબીબી સેવા માં ૨૪ * ૭ કાર્યરત છે. જેમાં તાત્કાલિક ધોરણે ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન ની ભરતી નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના લાયકાત ધરાવતા ઉમેદવારો ઇન્ટરવ્યૂ સ્થળ ઉપર જઈ ઉમેદવારી નોંધાવી શકે છે.

    જે અંતર્ગત ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન (ઈ. એમ. ટી) પર માટે ની લાયકાત BSC / GNM / ANM / HAT ભણતર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપવા જઈ શકશે. તેમજ અનુભવી કે બીન અનુભવી તમામ માટેની ભરતી માં ગુજરાત માં કોઈ પણ સ્થળે કામ કરવા માટે ની તૈયારી ધરાવતા ઉમેદવારો માટે નોકરી ની ઉત્તમ તક છે.

    આ પણ વાંચો-જામનગર: આ પતિ-પત્નીએ એવુ તે શું કર્યું કે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, ક્રાઇમ પેટ્રોલ જેવો છે કિસ્સો

    જે ઉમેદવારો આજરોજ એટલે તારીખ ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ સોમવારે પંચમહાલ ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી ની સામે ડિઝાસ્ટર ઓફિસ ગોધરા ખાતે ઇન્ટરવ્યૂ આપવા નું ચૂકી ગયા હોય તે ઉમેદવારો તારીખ ૧૯ જાન્યુઆરી ૨૦૨૨ બુધવારે અમદાવાદ- જીવીકે ઈમરજન્સી મેનેજમેન્ટ & રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ , ગુજરાત ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા રોડ, નરોડા અમદાવાદ ખાતે ઇન્ટરવ્યૂ આપવા જઈ શકશે.

    આ પણ વાંચો-Ahmedabad news: સાબરમતી રિવરફ્રન્ટ સુસાઈડ પોઈન્ટ? સામે આવ્યા ચોંકાવનારા આંકડા

    વધુ માહિતી માટે નીચેની વિગતો ધ્યાનથી વાંચવી.

    ઈમરજન્સી મેડિકલ ટેકનીશ્યન ( ઈ.એમ.ટી.):

    આ પણ વાંચો-અમદાવાદ: કેમ્પના હનુમાન આજથી 12 દિવસ માટે બંધ, ગુજરાતનાં અન્ય મંદિરોની જાણો સ્થિતિ

    • લાયકાત: BSC / GNM / ANM / HAT, અનુભવી / બિન અનુભવી, ગુજરાત માં કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે તૈયાર.
    • ઇન્ટરવ્યૂ નું સ્થળ તથા સમય:
    તારીખ: ૧૯ જાન્યુઆરી,૨૦૨૨, સમય: સવારે ૧૦:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી.
    સ્થળ: અમદાવાદ- જીવીકે ઈમરજન્સી મેનેજમેન્ટ & રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ , ગુજરાત ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા રોડ, નરોડા અમદાવાદ

    સંપર્ક: ૦૭૯(૨૨૮૧૪૮૯૬) / ૭૨૨૭૯૧૩૧૦૮
    ઈમેલ: dipen_sevak@emri.in
    "વોક- ઈન ઈન્ટરવ્યુ"
    Published by:Margi Pandya
    First published:

    Tags: 108 Emergency, Jobs, Recruitment, Walk in Interview, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन