પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવીણસિંહનું નિધન

News18 Gujarati
Updated: April 4, 2018, 2:41 PM IST
પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવીણસિંહનું નિધન
News18 Gujarati
Updated: April 4, 2018, 2:41 PM IST
પંચમહાલ જિલ્લાના ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવીણસિંહનું વડોદરા ખાતે નિધન થયું છે. વડોદરા ખાતે એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. પ્રવીણસિંહ ચૌહાણ કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણના પતિ છે.

અંતિમયાત્રામાં અનેક લોકો જોડાયા

કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ તેમજ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવીણસિંહની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. કાલોલની આસપાસના ગામો સ્વયંભુ બંધ રહ્યા હતા. નોંધનીય છે કે પ્રવીણસિંહને બ્રેઇન હેમરેજ થતાં વડોદરા ખાતે તેમની સારવાર ચાલી રહી હતી. પ્રભાતસિંહ ચૌહાણના પરિવારના મોટાભાગના સભ્યો રાજકારણમાં છે. મૃતક પ્રવીણસિંહ પોતે પણ બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે.

વિધાનસભાની ચૂંટણી વખતે ટિકિટ મુદ્દે પરિવારમાં પડ્યા હતા તડા

કાલોલની બેઠક પર ભાજપે પ્રભાતસિંહની પુત્રવધૂને ટિકિટ આપ્યા બાદ પ્રભાતસિંહના પત્ની રંધેશ્વરી દેવીએ ફેસબુક પોસ્ટ કરીને પુત્રવધૂ સુમન ચૌહાણને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો. ફેસબુક પોસ્ટમાં રંધેશ્વરી દેવીએ એવું પણ લખ્યું હતું કે, પ્રભાતસિંહે માનું દૂધ પીધું હોય તો કાલોલમાં પ્રચાર કરવા આવે. આથી પ્રભાતસિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને પુત્રવધૂને ટિકિટ ન આપવા જણાવ્યું હતું. જોકે, અંતે તમામ પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને ભાજપે સુમનબેનને જ ટિકિટ આપી હતી. જેઓ કાલોલ બેઠક પરથી ચૂંટાઇ આવ્યા હતા.

પ્રભાતસિંહે પત્રમાં શું લખ્યું હતું?
ઘોઘંબા આદિવાસી વિસ્તારમાં પ્રવીણ કે અન્ય કોઇને પ્રચાર કરવા માટે ત્યાંના સ્થાનિક લોકો દાખલ થવા દેશે નહીં. એક લાખ દસ હજાર વોટમાંથી ભાજપને વોટ મળશે નહીં. કાલોલ અને ગોધરા વિધાનસભાની સીટો હવે જીતી શકાય તેમ નથી. આથી હવે આ વિવાદના કારણે હું પોતે સીટો જીતાડવાની જવાબદારી સ્વીકારતો નથી. પાર્ટીને જાણ કરું છું. પ્રવિણ પોતે બુટલેગર છે અને તેની પત્ની સુમન ચૌહાણ બંને જેલ ભોગવી ચુક્યા છે. તાજેતરમાં ગામ ઉદલપુર તાલુકા-ડેસરમાં સી.કે. રાઉલજીની કચેરીમાંથી 300 પેટી દારુ પકડાયો હતો જે પ્રવિણ ચૌહાણનો હતો.
First published: April 4, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...