પંચમહાલઃ ગુજરાત સરકારના (Gujarat Governmnet) રાજ્યકક્ષાના મંત્રી નિશાબેન ચૌહાણ ના જાતિ પ્રમાણપત્ર સામે ઊભા થયેલા વિવાદો વચ્ચે તેઓને આદિજાતિ વિકાસ વિભાગ નો હવાલો સુપ્રત કરવા સામે આદિવાસી સમાજના સંગઠનો અને યુવા કાર્યકરો દ્વારા શરૂ થયેલા સામૂહિક વિરોધના ભાગરૂપે ગોધરા કલેકટર કચેરી બહાર અનુસૂચિત જનજાતિના બોગસ પ્રમાણપત્રો વિરુદ્ધ લડત સમિતીના કન્વીનર અને આદીવાસી સમાજના અગ્રણી પ્રવીણ પારગી સમેત અન્ય યુવા અગ્રણીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની નજરો વચ્ચે બોગસ એસ.ટી સર્ટીફીકેટ વાળા નિમિષાબેન સુથારને પદ ઉપરથી દૂર કરવાના બેનર સાથે અચોક્કસ મુદતના ધરણાં ઉપર બેસી ગયા ને આજે ત્રીજો દિવસ પૂરો થાય છે.
ત્યારે ગોધરા કલેકટર કચેરીની બહાર જ્યાં ધારણા કરવામાં આવ્યા છે તેની આસપાસ ગંદકીનું પ્રમાણ વધી ગયું હોવા છતાંય તંત્ર દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવતી નથી તેમજ ગોધરા કલેકટર કચેરીની બહાર જ આવેલી બે સ્ટ્રીટલાઈટ સદંતર બંધ રહેતા રાત્રિના સમયે અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. પરંતુ લડત સમિતીના કન્વીનર અને આદીવાસી સમાજના અગ્રણી પ્રવીણ પારગી નું કહેવું છે કે ગમે તેટલી મુશ્કેલીઓ આવશે છતાં અમે અડગ રહીશું અને તેમના દ્વારા આજે સવારના સમયે તેઓના ધરણાની આસપાસની જગ્યાએ સાફ-સફાઈ કરવામાં આવી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ફક્ત ધરણા જ નહીં પરંતુ અમે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખીએ છીએ. હવે જોવાનું એ છે કે આ અચોક્કસ મુદતની લડત સામે તંત્ર શું જવાબ આપે છે!!!
૨.કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સુરેલી રોડ સરકાર આરોગ્ય કેન્દ્ર પાસે ગુરુવારે સવારે રોડ પર ફેંકલા કચરાના ઢગલા પાસે ત્રણ ગાયો મૃત હાલતમાં અને અન્ય પાંચ ગાયો ગંભીર હાલતમાં જોવા મળતા ગાયો માટેની ધાર્મિક લાગણીને પગલે લોકોમાં ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. વેજલપુર ગામમાં મોટા ભાગની ગૌચર જમીનો પર ગેરકાયદે દબાણો બની જતા ગામમાં ફરતી ગાયો રોડની બાજુમાં ફેંકવામાં આવેલા કચરાના ઢગલામાં કચરો ખાવા મજબૂર થતી હોય તેવી દુર્દશા જોવા મળે છે.
જે ગોચર જમીનોને અભાવે અને સ્થાનિક પશુપાલકોની નિષ્કાળજીને કારણે અનેક ગાયો ગામમાં અને ગામની સીમમાં રખડતી ગાયો જોવા મળે છે, જે ગાયો દિવસભર ગામ, સીમ, આસપાસના ખેતરોમાં અને રોડપર ફેંકવામાં આવેલા કચરાના ઢગલામાં ચારો ચરીને ગુજરાન ચલાવે છે. જે મધ્યે ગુરુવારે સવારે સુરેલી રોડ પર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે રોડની સાઈડમાં ફેંકવામાં આવેલા કચરાના ઢગની આસપાસ અલગ અલગ જગ્યાએ કોઈ અગમ્ય કારણોસર ત્રણ ગાયો મૃત હાલતમાં અને પાંચ ગાયો ગંભીર હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક વેજલપુર અને ગોધરા પશુ ચિકિત્સકોને જાણ કરતા તાત્કાલિક પશુ ચિકિત્સકો વેજલપુર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
જે પશુ ચિકિત્સકો દ્વારા અસરગ્રસ્ત ગાયોની બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી સારવાર હાથ ધરી છે. જે પશુ ચિકિત્સકોના પ્રાથમિક તપાસમાં સંભવિત ગુરુવારે સવારે વેજલપુર ગામના સુરેલી રોડ વિસ્તારમાં આવેલા કોઈ ખેતરમાં ઘાસચારા કે કોઈ ધાન્ય ખતેરમાં છાંટેલી ઝેરી દવા ખાઈ જવાથી ગાયો ભોગ બની હોવાનું તારણ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વેજલપુરમાં ગુરુવારે સવારે રખડતી એવી અબોલ ત્રણ ગાયોના મોતની દુર્ઘટનાને પગલે રખડતી ગાયોની દુર્દશા માટે જવાબદાર કોણ અને રખડતા પશુઓના નિવારણ માટે તંત્ર દ્વારા કેવા અસરકારક પગલાં લેવામાં આવશે એ ઉકેલ માંગતો કોયડો બની ગયો છે.