પંચમહાલ : જિલ્લાના ગોધરા શહેરમાં રહેતા પ્રશાંત સોલંકી જેમણે ફેશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવી. પોતાના પિતાજી વર્ષોથી જે ટેલરિંગ કામ કરી રહ્યા હતા તે જ વોલ્ગા ટેલર્સને પ્રશાંતે ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી અને વોલ્ગા ટેલર્સના નામને નવો આકાર આપ્યો. પ્રશાંત સોલંકી ની ફેશન ડિઝાઇનના ઘણા ચાહકો ગોધરા અને પંચમહાલ જિલ્લામાં તો છે જ સાથે સાથે બહારના ક્ષેત્રોમાં પણ તેમના ચાહકો જોવા મળે છે. આ વર્ષે પ્રશાંતભાઈએ ગોધરા અને પંચમહાલની ભૂમિ ગૌરવાન્વિત કરી છે. "Asian excellence awards 2021", 'Best Costume Designer' નો અવોર્ડ પ્રશાંત ભાઈ સોલંકીને મળ્યો. તેમની મહેનત લાવી રંગ.