Home /News /madhya-gujarat /Panchmahal: GBSનો શિકાર બનેલો પ્રાંશુ પોતાનાં પગ ઉપર ઊભો પણ નહોતો રહી શકતો, જુઓ Video

Panchmahal: GBSનો શિકાર બનેલો પ્રાંશુ પોતાનાં પગ ઉપર ઊભો પણ નહોતો રહી શકતો, જુઓ Video

GBSને

GBSને આપી માત, ગોધરા, પંચમહાલ

ગોધરામાં (Godhra) રહેતા ભદ્રેશ સથવારા ના પુત્ર પ્રાંશુ ને થોડા સમય પહેલા અચાનક રાત્રીના સમયે હાથ પગ દુખાવાની ફરિયાદ થઇ ત્યારે પ્રાંશુ દ્વારા પોતાના માતા-પિતા અને આ બાબતની જાણ કરવામાં આવી પરંતુ હાથ પગ દુખવા એ સામાન્ય બાબત છે.

  Shivam Purohit, Panchmahal: હાલ પંચમહાલ જિલ્લામાં કોરોનાના કેસ થયા છે ત્યારે બીજી બાજુ જીબીએસ (GBS) ના કેસો માં ઉછાળો આવ્યો છે. ત્યારે ગોધરા શહેરના એક નવમા ધોરણમાં ભણતા બાળક ને જીબીએસ થયો ત્યારે તે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ હારી ગયો હતો પરંતુ આજે તે ફરીથી પોતાનું સામાન્ય જીવન વ્યતિત કરી રહ્યો છે. ગોધરામાં (Godhra) રહેતા ભદ્રેશ સથવારા ના પુત્ર પ્રાંશુ ને થોડા સમય પહેલા અચાનક રાત્રીના સમયે હાથ પગ દુખાવાની ફરિયાદ થઇ ત્યારે પ્રાંશુ દ્વારા પોતાના માતા-પિતા અને આ બાબતની જાણ કરવામાં આવી પરંતુ હાથ પગ દુખવા એ સામાન્ય બાબત છે તેથી તેને એકલી કરવામાં આવી અને સવાર સુધીમાં તો પ્રાંશુ પોતાની પથારીમાં રડતો રડતો પોતે પોતાના પગ ઉપર ઊભો પણ થઇ શકતો નથી તેઓ પોતાના મા-બાપને જણાવવા લાગ્યો હતો.

  ત્યારબાદ તરત જ પ્રાંશુના માતા-પિતા દ્વારા તને વડોદરા સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યાં ડોક્ટર દ્વારા જી બી એસ રોગ થયાનું જણાવવામાં આવ્યું હતું. આવી જાણ થતાં જ પ્રાંશુ અને તેના માતા-પિતા ગભરાઈ ગયા હતા. પરંતુ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે શરૂઆતના લક્ષણો માં દવા અને ફિઝીયોથેરાપી (physiotherapy) થકી જીબીએસ ને માત આપી શકાય છે.

  ત્યારબાદ પ્રાંશુ ના માતા પિતા દ્વારા તેને ગોધરા ખાતે આવેલા તત્ આરોગ્યમ્ (Tat Arogyam) માં ફિઝિયોથેરાપી નિષ્ણાત ડોક્ટર પ્રિયંકા દીક્ષિત (Dr. Priyanka Dixit) ના માર્ગદર્શન હેઠળ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ તેમજ ડાયટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધીરે-ધીરે જીબીએસ ના લક્ષણો મુજબ કરવામાં આવતી કસરતો તેમજ આહારની યોગ્ય તકેદારીથી પ્રાંશુ ફરી પોતાના બે પગે ઊભો થઈ શક્યો એટલું જ નહીં આજે તે દરરોજ દોઢ કિલોમીટર ચાલે છે, દોડી શકે છે તેમજ સાઇકલ પણ ચલાવી રહ્યો છે.

  આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી: 5થી 12 માર્ચ થશે કમોસમી વરસાદ, જાણો કયા વિસ્તારોમાં

  એક સમયે પોતાના દીકરાને પથારીમાં રડતો જોઈ તેના માતા-પિતાએ હિંમત ગુમાવી દીધી હતી પરંતુ ગોધરાના ફિઝિયોથેરાપી સેન્ટર તથા આરોગ્ય માં મળેલી સારવારથી પોતાના દીકરાને ફરી સામાન્ય જીવન જીવતા જોઈને પ્રાંશુ ના માતા પિતા તત્ આરોગ્યમ્ નાં નિષ્ણાત ડોક્ટર પ્રિયંકા દિક્ષીતના ખુબ આભારી છે તેવું પ્રાંશુ ના પિતા ભદ્રેશભાઈ સથવારા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

  ડોક્ટર પ્રિયંકા દિક્ષીત દ્વારા GBS વિષય કેટલીક માહિતી આપવામાં આવી હતી જે આપણે જાણીએ.

  તેમણે જણાવ્યું હતું કે જી બી એસ નું પૂરું નામ ગુલિયન બેરી syndrome છે જે એક પેરિફેરલ ન્યુરોપથી છે જે વાઇરસ અને બેક્ટેરિયા ના ઇન્ફેકશન થાય છે. તેમજ જીબીએસ શરીરની નસો પર અસર કરે છે એટલે કે નસો જ્યાં જ્યાં પણ સપ્લાય કરતી હોય છે ત્યાં બધે જ જેમકે સ્નાયુઓ, જોઈન્ટ્સ અને ચામડી પર તેની અસર જોવા મળે છે.

  આ પણ વાંચો: બેંક ઓફ બરોડામાં 105 જગ્યાઓ પર આવી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

  આ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી પરંતુ જો નીચે જણાવેલાં કોઈપણ પ્રકારના લક્ષણો તમે અનુભવો તો સાવચેત થઇ અને સતર્કતા વાપરી નજીકના કોઈપણ ફિજીશિયન નો સમય બગાડ્યા વગર સંપર્ક કરવાની જરૂર છે. તમે જેટલા વહેલા સારવાર લેશો એટલું જ તમે જીબીએસ ની ગંભીરતા ને રોકી શકશો. તેમજ તેમણે ઉમેર્યું કે જી બી એસ માં મરણ નો રેશિયો માત્ર ૪ થી ૮ ટકા જ છે જ્યારે બાકીના ૬૦થી ૮૦ ટકા લોકો સારવારથી સારા થઈ જાય છે.

  પ્રાથમિક લક્ષણો: શરૂઆતમાં ઝીણો તાવ આવવો, અશક્તિ લાગવી, શરીરમાં દુખાવો થવો, બેલેન્સ જવાની ફરિયાદ થવી, શરીરના પગ ના ભાગથી ઉપર તરફ sensation ઓછું થવું...

  થોડા સમય પછી નાં લક્ષણો: તાવનું પ્રમાણ વધવું, શરીરના નીચેના ભાગમાં ચેતાતંતુઓ નું કામ કરવાનું બંધ થઈ જવું, બ્લડ પ્રેશરમાં વધારો ઘટાડો જોવા મળવો, શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી...

  આ પણ વાંચો: સુરતઃ હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રીને જ પીંખી નાંખી, પોતાનું પાપ છુપાવવાની કરી કોશિશ

  સારવાર: જીબીએસ માં દવા તેમજ ફિઝિયોથેરાપીની કસરત ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જીબીએસ ના લીધે વ્યક્તિની ચેતા કામ કરતી નથી તેમજ સ્નાયુઓમાં આવી ગયેલી નબળાઈઓ ને ફિઝિયોથેરાપીની અમુક કસરતો જેમકે સ્ટ્રેન્ધનિગ એક્સરસાઇઝ, સવાસન ની કસરતો, બેલેન્સ માટેની વિવિધ કસરતોથી દર્દીને પહેલાની જેમ નોર્મલ કરી શકાય છે. કસરતથી ધીરે ધીરે સ્નાયુઓની તાકાત વધશે અને દુખાવા તેમજ થાક ના પ્રમાણમાં ઘટાડો આવી શકશે. શ્વાસની કસરત ની મદદથી ફેફસામાં આવી ગયેલી નબળાઈને દૂર કરી શકાય છે. અને દરદી પહેલાની જેમ ધીરે ધીરે નોર્મલ શ્વાસ લઈ શકે છે.

  આ પણ વાંચો: રાજકોટ: 'મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે, હું પણ આપઘાત કરી રહ્યો છું'

  નોંધનીય છે કે ખૂબ જ મહત્વની બાબત એટલે કે આહાર પણ મહત્વનો ભાગ ભજવે છે. જો શરીરમાં ચોક્કસ પ્રમાણમાં nutrition યુક્ત આહાર જશે તો સારવારની અસર વધુ સારી જોવા મળશે. તેમજ જો આહારમાં પૂરતા તેમજ હેલ્ધી વે માં પ્રોટીન ની માત્રા લેવામાં આવે તો નબળા પડેલા સ્નાયુઓને જલ્દીથી સારા કરી શકાય છે.
  " isDesktop="true" id="1185686" >

  આમ તત્ આરોગ્યમ્ ના નિષ્ણાત ડૉ. પ્રિયંકા દીક્ષિત દ્વારા હાલ ચાલી રહેલા જીબીએસ ને લઈને ખૂબ જ મહત્વની માહિતી આપવામાં આવી જે દરેક માટે ઉપયોગી નીવડશે તેમ જ વધારે માહિતી મેળવવા માટે જોઈએ વિડિયો..
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Panchmahal, પંચમહાલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन