પંચમહાલમાં PM મોદી: દેશની જનતાએ કોંગ્રેસને ઉખાડી ફેંકી દીધી છે

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 10, 2017, 7:16 PM IST
પંચમહાલમાં PM મોદી: દેશની જનતાએ કોંગ્રેસને ઉખાડી ફેંકી દીધી છે
PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાની જૂની આદતો છોડી નથી શકતી, દેશની જનતાએ કોંગ્રેસને ઉખાડી ફેંકી દીધી છે. દેશમાંથી કોંગ્રેસ એના પાપે ખતમ થઈ છે.

PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાની જૂની આદતો છોડી નથી શકતી, દેશની જનતાએ કોંગ્રેસને ઉખાડી ફેંકી દીધી છે. દેશમાંથી કોંગ્રેસ એના પાપે ખતમ થઈ છે.

  • Share this:
પંચમહાલઃ કાલોલમાં PM મોદીએ પંચમહાલના વખાણ કરતાં સંબોધનમાં જણાવ્યું હતું પંચમહાલે તો આજે કમાલ કરી નાખી. ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે.

PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાની જૂની આદતો છોડી નથી શકતી, દેશની જનતાએ કોંગ્રેસને ઉખાડી ફેંકી દીધી છે. દેશમાંથી કોંગ્રેસ એના પાપે ખતમ થઈ છે. કોંગ્રસને નથી ખબર કે દેશનો મિજાજ બદલાયો છે. કોંગ્રેસ પાર્ટીએ ભાઈ-ભાઈ અને સમાજ વચ્ચે ભાગલા પડાવ્યા છે. વિકાસ માટે સમાજમાં એકતા જરૂરી હોય છે.

PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ આવતાં હિંદુ-મુસ્લિમ વચ્ચે ભાઈચારો વધ્યો છે. શાંતિ, સલામતિ અને સદભાવના એ જ ભાજપનો મંત્ર છે. અમે ગામડે-ગામડે વીજળી પહોંચાડી છે. કોંગ્રેસે 4 પેઢીઓનો હિસાબ દેશને આપવો જોઈએ.
First published: December 10, 2017, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading