Home /News /madhya-gujarat /

Panchmahal: શહેરામાં વિવિધ શૈક્ષણિક સંઘ દ્વારા NPS નહીં OPSની માંગ સાથે ધરણાં

Panchmahal: શહેરામાં વિવિધ શૈક્ષણિક સંઘ દ્વારા NPS નહીં OPSની માંગ સાથે ધરણાં

OPS

OPS , પેન્શન યોજના, શહેરા

અખિલ ભારતીય શિક્ષક સંઘ (Akhil Bharatiya Shikshak Sangh), પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ (Panchmahal District Primary Teachers Union) તથા શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા એક દિવસના ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    Panchmahal news: શહેરા તાલુકાના પંચાયતના કમ્પાઉન્ડ ખાતે અખિલ ભારતીય શિક્ષક સંઘ (Akhil Bharatiya Shikshak Sangh), પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ (Panchmahal District Primary Teachers Union) તથા શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા એક દિવસના ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

    શહેરા તાલુકામાં અંદાજિત ૧૫૪૫ જેટલા શિક્ષક ફરજ બજાવી રહ્યા છે જેમાં સરકાર દ્વારા તેમની પેન્શન યોજના બંધ કરવામાં આવી હતી જેને લઇ શહેરા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં શહેરા તાલુકાના પ્રાથમિક શિક્ષકો મોટી જનમેદની સાથે ભેગા થયા હતા. જેમાં તેઓએ NPS નહીં OPS, મારો પેન્શન નો હક મેળવીને જ રહીશ, હમારા મિશન પુરાની પેન્શન ,પેન્શન હમારા ભવિષ્ય, પુરાની પેન્શન અમારો અધિકાર છે જેવા સ્લોગન લગાવી મંડપમાં ધરણા પર બેઠા હતા.

    જેમાં તેઓની માંગણી જૂની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવા, સાતમા પગાર પંચને સમગ્ર દેશમાં સમાન રૂપે આપવા,એચ. ટાટ તથા તથા પ્રાથમિક શિક્ષકોને મહેકમ સેટઅપ ની સંખ્યા સુધારવા બાબત, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલ શિક્ષકોને ૧૦૦% છુટા કરવા બાબત,રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં શિક્ષક વિરોધી જોગવાઈઓ દૂર કરવા બાબત જેવા પ્રશ્નોને લઇ શહેરા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા એક દિવસના ધરણાનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો.

    જેમાં કાર્ય અધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રભાતસિંહ ખાટ, પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દિનેશભાઈ પંડયા મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ કિરીટભાઈ પટેલ, ઉપપ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ કિર્તીભાઈ પટેલ પ્રમુખ શહેરા તાલુકા ઘટક સંઘ અનુપસિંહ બારીયા, ઉપપ્રમુખ શહેરા તાલુકા ઘટક સંઘ એહમદ પટેલ,કોષા અધ્યક્ષ શહેરા તાલુકા ઘટક સંઘ રામભાઈ પાટીદાર મહામંત્રી શહેરા તાલુકા ઘટક સંઘ વિનોદભાઈ માછી તથા મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજરી આપી હતી.

    અને તેઓની માંગણીઓ સરકાર દ્વારા નહિ સ્વીકારવામાં આવે તો અગાઉના દિવસો મા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું જેને લઈ શહેરા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શહેરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Panchmahal News

    આગામી સમાચાર