પંચમહાલ: પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ બીભત્સ માંગણી કરતા મહિલા આપઘાત કરવા પહોંચી

પંચમહાલ: પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ બીભત્સ માંગણી કરતા મહિલા આપઘાત કરવા પહોંચી
પોલીસ મહિલાને સમજાવીને પોલીસ સ્ટેશન લાવી હતી.

મહિલા જ્યારે પતિ સામે ફરિયાદ પાછી ખેંચવા માટે આજીજી કરવા પહોંચી હતી ત્યારે ફરિયાદીએ તેની સાથે અંગતપળો માંણવાની માંગણી કરી હોવાનો આક્ષેપ થયો છે.

 • Share this:
  પંચમહાલ: આજે આઠમી માર્ચ, એટલે કે વિશ્વ મહિલા દિવસ (International Women's day) છે. આજના દિવસે જ પંચમહાલ જિલ્લા (Panchmahal District)માં એક મહિલાને આપઘાત (Suicide) કરતા બચાવી લેવામાં આવી છે. મહિલા પોતાના પુત્ર સાથે તળાવમાં છલાંગ લગાવવા જઈ રહી હતી. જોકે, કોઈ જાગૃત નાગરિકે મહિલાને આવું કરતા અટકાવી હતી અને પોલીસને જાણ કરી હતી. આ કેસમાં એવી વિગત સામે આવી છે કે મહિલાના પતિને જેલમાં પુરાવનાર વ્યક્તિએ મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી. મહિલા જ્યારે ફરિયાદ પાછી ખેંચવા માટે આજીજી કરવા પહોંચી હતી ત્યારે ફરિયાદીએ તેની સાથે અંગતપળો માંણવાની માંગણી કરી હોવાનો મહિલાએ આક્ષેપ લાગાવ્યો છે.

  મળતી માહિતી પ્રમાણ પંચમહાલના હાલોલમાં વિશ્વ મહિલા દિવસે જ એક મહિલા પોતાના 16 વર્ષના દીકરા સાથે હાલોલ તળાવમાં આપઘાત કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન તળાવ પાસે ઊભેલા એક વ્યક્તિની નજર મહિલા પર પડતા તેણે મહિલાને આપઘાત કરતા અટકાવી હતી. જે બાદમાં વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.  આ પણ વાંચો: મજબૂર પિતા: પોલીસે મદદ ન કરતા દીકરાની લાશને પ્લાસ્ટિકની થેલીમાં નાંખીને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવી પડી

  આપઘાત કરવા માટે જઈ રહેલી મહિલાનો પતિ જેલમાં હોવાનું સામે આવ્યું છે. મહિલાની પૂછપરછમાં આવી પણ વિગતો ખુલી છે કે મહિલાના પતિને જે વ્યક્તિએ જેલમાં પુરાવ્યો હતો તેણે મહિલા પાસે અભદ્ર માગણી કરી હતી. જે બાદમાં મહિલાને લાગી આવતા પુત્ર સાથે આપઘાત કરવા માટે દોડી આવી હતી.

  આ પણ વાંચો: અમદાવાદ: વિમલ ન ખવડાવતા યુવકને મારી દીધા છરીના ઘા, યુવક થયો લોહીલુહાણ

  મહિલાએ જણાવ્યું છે કે તે પતિ સામેની ફરિયાદ પાછી ખેંચવાની આજીજી કરવા માટે ફરિયાદી પાસે ગઈ હતી. આ દરમિયાન પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ મહિલાને તેની સાથે અંગતપળો માણવાની માંગણી કરી હતી. જે બાદમાં મહિલાને લાગી આવ્યું હતું અને તેણી આપઘાત કરવા માટે દોડી ગઈ હતી.

  પ્રાપ્ત વિગત પ્રમાણે આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાના પતિ વિરુદ્ધ ટ્રક વેચાણના પૈસાની લેતીદેતી મામલે કલમ 138 મુજબ ફરિયાદ થઈ હતી. આ કેસમાં ગુના મુજબ સજા કાપી રહેલો પતિ કોર્ટ મુદત હોવાથી હાલોલ કોર્ટમાં આવ્યો હતો. જ્યાં મહિલા પતિને મળવા પહોંચી હતી. મહિલાના આત્મહત્યાના પ્રયાસ બાદ સમગ્ર મામલો હાલોલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે મહિલા પાસે અભદ્ર માંગણી કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:March 08, 2021, 09:42 am

  ટૉપ ન્યૂઝ