Home /News /madhya-gujarat /

ગોધરાની દિકરીએ 12 વર્ષની ઉંમરે રાજ્ય કક્ષાએ મેળવ્યા 2 સિલ્વર મેડલ, 100 મીટરની દોડ માત્ર 16 સેકન્ડમાં પૂર્ણ કરી

ગોધરાની દિકરીએ 12 વર્ષની ઉંમરે રાજ્ય કક્ષાએ મેળવ્યા 2 સિલ્વર મેડલ, 100 મીટરની દોડ માત્ર 16 સેકન્ડમાં પૂર્ણ કરી

મૂદ્રીકા

મૂદ્રીકા વૈભવ પરીખ, ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૧ રાજકોટ, સિલ્વર મેડલ

સામાન્ય રીતે એથ્લેટીક્સ માં દોડમાં સિન્થેટિક ટ્રેક હોય છે જેની ઉપર દોડવા માટે spike શુઝ નો ઉપયોગ કરવામાં આવે છે જેના થકી પગ લકપસ્યા વગર 

    પંચમહાલ: ગોધરાની મુદ્રીકાએ ફિટ રહેવાની સાથે સાથે ઉપલબ્ધિઓ પણ રમતા રમતા મેળવી.ગોધરામાં રહેતી 12 વર્ષની મૂદ્રીકા વૈભવ પરીખ જે ૭ મા ધોરણમાં અભ્યાસ કરે છે.સાથે સાથે આટલી નાની ઉંમરે ફિટ રહેવાના ઝનુન ના કારણે ફિટનેસ લેવલ પણ ખૂબ જ સારું પ્રાપ્ત કર્યું. પહેલેથી જ એક્સરસાઇઝ અને એથ્લેટીક્સ માં રસ ધરાવતી મુદ્રીકાની મહેનત અને ક્ષમતા ઉપર તેના માતા-પિતા અને સમગ્ર પંચમહાલ જિલ્લાને ગર્વ છે.

    ફક્ત ૧૨ વર્ષની ઉંમર ધરાવતી મુદ્રિકા પરીખ આટલી નાની ઉંમરે એવી રીતે મહેનત કરી રહી છે કે જે કદાચ યુવા અવસ્થામાં કે તેનાથી મોટી ઉંમરના વ્યક્તિઓ પણ નહીં કરતા હોય. ભણવાની સાથે સાથે દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને એક્સરસાઇઝ, જીમ, સ્ટ્રેચિંગ, પ્રેક્ટિસ પણ કરતી આ બાર વર્ષની ગોધરા ની દીકરી ના કોચ ધીરજ મલ્હોત્રા છે.મુદ્રીકા દ્વારા ફક્ત ફિટ રહેવા માટે આ બધી કવાયત કરાતી હતી પરંતુ તેને જોઈને કોચ દ્વારા કહેવામાં આવ્યું કે હવે મુદ્રિકા તૈયાર છે તેથી તેણે પ્રથમ વખત જ રાજકોટ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો. જેમા તેણે "ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૧(Open Gujarat Athletics Championship 2021) માં ૩૦૦-૪૦૦ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે જિલ્લા નું પ્રતિનિધિત્વ કરવા નો મોકો મળતાં તેણે તૈયારી અને મહેનત વધારી દિધી હતી. ફક્ત એક મહિનાના ટૂંકા સમયગાળામાં આ સ્પર્ધાની તૈયારી કરવામાં આવી.

    આ પણ વાંચો: Ahmedabad News: કોરોનાનાં કેસ વધતા DRDOનાં સહયોગથી તૈયાર ધન્વંતરિ હોસ્પિટલ સ્ટેન્ડ બાય પર

    સામાન્ય રીતે એથ્લેટીક્સ માં દોડમાં સિન્થેટિક ટ્રેક હોય છે જેની ઉપર દોડવા માટે spike શુઝ નો ઉપયોગ કરવામાં આવે છે જેના થકી પગ લકપસ્યા વગર સરળતાથી દોડી શકાય. પરંતુ મુદ્રિકા પાસે spike ન હતા પરંતુ તેનું ઝનુન અને પ્રેક્ટિસ ની આગળ પરિસ્થિતિઓને પાર કરી મુદ્રિકા એ પોતાની કાબિલિયત ને સાબિત કરી સો મીટર ની દોડ ફક્ત ૧૬ સેકન્ડમાં તેમજ ૨૦૦ મીટરની દોડ ૩૦ સેકન્ડમાં પૂર્ણ કરી રાજ્ય કક્ષાએ પંચમહાલ જિલ્લાના બે સિલ્વર મેડલ અપાવી દ્વિતીય સ્થાન અંકિત કર્યું. મુદ્રિકા ને પ્રેરિત કરવા માટે તેની માતા શિલ્પા પરીખ સતત તત્પર રહેતી અને જ્યારે મુદ્રિકા એ દોડ જીતી ત્યારે દીકરીને જીતતા જોઈ તેમના મોઢામાંથી "યસ" ઉદગાર નીકળી ગયો. તેમજ મુદ્રિકા ને પૂછતા હજુ આગળ બીજી રાજ્યકક્ષાની તેમજ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માં ભાગ લેવાની તૈયારી ચાલી રહી છે તેમ જણાવ્યું. ખરેખર નાની ઉંમરે મુદ્રિકા માતા-પિતા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन