Home /News /madhya-gujarat /

પંચમહાલ હવામાન: પંચમહાલ જિલ્લામાં થતાં એરંડા અને દિવેલાનાં પાકનાં સંરક્ષણ અને સંવર્ધન માટે

પંચમહાલ હવામાન: પંચમહાલ જિલ્લામાં થતાં એરંડા અને દિવેલાનાં પાકનાં સંરક્ષણ અને સંવર્ધન માટે

હવામાન, પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં દિવસ દરમિયાન તડકા સાથે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વહેલી સવારે તેમજ મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામે છે.

    Weather, પંચમહાલ: હાલ પંચમહાલ જિલ્લામાં વાતાવરણ ઠંડુ તથા ગરમ જોવા મળી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં દિવસ દરમિયાન તડકા સાથે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વહેલી સવારે તેમજ મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામે છે. તેમજ છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણમાં તાપમાનનો પારો ઊંચે જઇ રહ્યો છે. આવનારા દિવસોમાં વાતાવરણમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ થી ૩૪ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના જોવા મળી રહી છે તેમજ ન્યુનતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસથી 21 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

    આ સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૨થી 26 ટકાની આસપાસ જોવા મળી રહ્યું છે. તેમજ પવનની ગતિ w 5 km/hr ની આસપાસ અનુભવાશે. આ સાથે હવામાન ની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદ ની શક્યતા જણાય રહી નથી.

    તેમજ પંચમહાલ જિલ્લામાં થતાં એરંડા અને દિવેલા નાં પાકનાં સંરક્ષણ અને સંવર્ધન માટે રીજનલ એડવાઇઝરી અનુસાર કેપ્સ્યુલયુ પર્ફોરેટર, કેપ્સ્યુલયુ બોરરને નિયંત્રિયં ત કરવા માટે, લીમડાના બીજના કર્નલ પાવડર (5% અર્ક) 500 ગ્રામ અથવા બસિયાના અથવા વર્ટીસિલિયમ લેકેની ફૂગ પાવડર 40 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળી ને ઉપયોગ કરી શકાય છે.

    આ પણ વાંચો: રાજકોટ મનપામાં 183 જગ્યા પર ભરતી, રૂ. 49,700 સુધી મળશે પગાર

    સાથે-સાથે ગ્રામીણ કૃષિ મોસમ સેવા વિભાગ એગ્રોમેટ સલાહકાર બુલેટિન અનુસાર પંચમહાલ જિલ્લામાં બાગાયતી પાકો ને લઈને ટામેટા ની ખેતી કરતા ખેડૂતો માટે લીફ કર્લવાયરસ, એફિડ, જેસીડ્સ, થ્રીપ્સ અને વ્હાઇટફ્લાય વગેરે જેવા શોષક જંતુઓ ના અસરકારક નિયંત્રણ માટે લીમડાનો છંટકાવ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: Photos: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને કોર્ટમાં કરાયો હાજર, આજે પણ ન કબૂલ્યો ગુનો

    તેમજ બીજ કર્નલ પાવડર 500 ગ્રામ (5% અર્ક) અથવા લીમડા આધારિત જંતુ નાશક 20 મિલી (1 ઇસી) અથવા બ્યુવેરિયા બાસિયાના પાવડર 40 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળવાની સલાહ આપવામાં આવી છે. ફ્લોનીકામીડ 50 ડબલ્યુજી @ 3 ગ્રામ અથવા ડિફેન્થ્યુરોન 50 ડબલ્યુજી @10 ગ્રામનો વૈકલ્પિક છંટકાવ અથવા ફિપ્રોનિલ 5 sc @ 20 ml અથવા એસેફેટ 50% ઇમિડાક્લોપ્રિડ 1.8% sp 10 ml 10 લિટરમાં પાણી ઉમેરો કરી શકાય.

    તેમજ વાતાવરણ ને ધ્યાનમાં રાખીને રીજનલ એડવાઇઝરી અનુસાર મરચાં ની ખેતી કરતા ખેડૂતો માટે એફિડ, જેસીડ્સ, થ્રીપ્સ અનેવ્હાઇટફ્લાય વગેરે જેવા શોષક જંતુઓના અસરકારક નિયંત્રણ માટે લીમડાનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ બીજ કર્નલ પાવડર 500 ગ્રામ (5% અર્ક) અથવા લીમડા આધારિત જંતુનાશક 20 મિલી (1 ઇસી) અથવા બ્યુવેરિયા બાસિયાના પાવડર 40 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળી શકાય. ફ્લોનીકામીડ 50 ડબલ્યુજી @ 3 ગ્રામ અથવા ડિફેન્થ્યુરો યુ ન 50 ડબલ્યુજીયુ @ 10 ગ્રામનો
    વૈકલ્પિક છંટકાવ અથવા ફિપ્રોનિલ 5 sc @ 20 ml અથવા એસેફેટ 50% ઇમિડાક્લોપ્રિડ 1.8% sp 10 ml 10 લિટરમાં પાણી સાથે મિક્સ કરી શકાય.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Forecast, Panchmahal, ખેતી, ગરમી, ગોધરા, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन