પંચમહાલઃ પાવાગઢના જંગલમાં ગઈકાલે લાગેલી આગ પર આજે કાબૂ મેળવાયો

News18 Gujarati
Updated: March 25, 2018, 4:48 PM IST
પંચમહાલઃ પાવાગઢના જંગલમાં ગઈકાલે લાગેલી આગ પર આજે કાબૂ મેળવાયો
પંચમહાલઃ પાવાગઢના જંગલમાં ગઈકાલે લાગેલી આગ પર આજે કાબૂ મેળવાયો.

  • Share this:
પંચમહાલઃ એક બાજુ, ચૈત્રી નવરાત્રીને લઈ શ્રદ્ધાઓનો પાવાગઢમાં ધસારો વધી રહ્યો હતો, બીજી બાજુ પાવાગઢની તળેટીના જંગલમાં ગઈ કાલે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગે સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ અને ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કરી દીધું હતું, પણ ગઈ કાલે આગ પર સંપૂર્ણ કાબૂ નહોતો મેળવી શકાયો, રાત્રીના સમયે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

મળતી વધુ વિગત મુજબ, પંચમહાલના પાવાગઢની ડુંગરનાં જંગલમાં ગઈ કાલે બરોરે અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગનું વિકરાળ સ્વરૂપ સતત આગળ વધતું હતું. ઘટનાની માહિતી મળતાં ફાયર ફાઇટર અને વન વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કરી દીધું હતું, પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો નહોતો, એથી રાત્રે પણ આગની જ્વાળા વધુ ફેલાઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આજે ફરી ફાયર ફાઇટર અને વન વિભાગના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા અને એમાં તેઓ સફળ રહ્યા હતા. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. વન વિભાગ દ્વારા પાવાગઢ આવતા શ્રદ્ધાળુઓને મીણબત્તી, સિગારેટ અને સૂકાં પાંદડાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: March 25, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...