Home /News /madhya-gujarat /પંચમહાલ: ડેઝરનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વના મેળાની પરંપરા યથાવત

પંચમહાલ: ડેઝરનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વના મેળાની પરંપરા યથાવત

ડેઝરનાથ

ડેઝરનાથ મહાદેવ, પાનમ ડેમ, પંચમહાલ

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા ભગવાન શિવના પર્વ એવા શિવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના કોઠા ગામે આવેલા ડેઝરનાથ મહાદેવના મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો હતો. અહીં પાનમડેમની નજીક આસપાસ પ્રાકૃતિક વનરાજી વચ્ચે ડેઝરનાથ મહાદેવનુ મંદિર આવેલુ છે.

વધુ જુઓ ...
    Shivam Purohit, Panchmahal: શહેરા (Shehra) તાલૂકાના કોઠા ગામે આવેલુ ડેઝરનાથ મહાદેવ (desarnath mahadev) મંદિરે ભકતોનુ ઘોડાપુર ઉમટ્યું હતું. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા શિવરાત્રીના (shivratri) પર્વની ભારે ભક્તિભાવપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં તથા તાલુકાઓમાં આવેલા વિવિધ શિવાલયોમાં સવારથી શિવભકતોની લાંબી લાઈનો દર્શનાર્થે લાગી હતી. શહેરા તાલુકાનાં કોઠા ગામે આવેલા ડેઝરનાથ મહાદેવ મંદિર ખાતે શિવભકતોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શિવલીંગ પર દુધ,જળ,ફુલનો અભિષેક કરવામાં આવ્યો હતો.

    પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા ભગવાન શિવના પર્વ એવા શિવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના કોઠા ગામે આવેલા ડેઝરનાથ મહાદેવના મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો હતો. અહીં પાનમડેમની નજીક આસપાસ પ્રાકૃતિક વનરાજી વચ્ચે ડેઝરનાથ મહાદેવનુ મંદિર આવેલુ છે. શિવરાત્રીના પર્વ નિમિત્તે શિવભકતોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

    મુળ મંદિર પાનમડેમમાં ડુબાણમાં જવાથી અહીં ૧૯૮૦ માં નવીન મંદિર બનાવવામાં આવ્યું હતું. ડુબાણમાં ગયેલુ ડેઝરનાથ મહાદેવનુ મંદિર ૫૦૦ વર્ષ જુનુ હોવાનું માનવામાં આવે છે.

    આ પણ વાંચો: મહાશિવરાત્રીએ પ્રજ્વલિત કરાઈ દેશની સૌથી મોટી જ્યોત, કોરોના મહામારીને દૂર કરવાની પ્રાર્થના

    શિવરાત્રીનો મેળો પણ અહીં ભરાયો હતો. આસપાસના ગ્રામીણ વિસ્તારના ભાવિકોએ મેળાનો આનંદ પણ લીધો હતો. શિવરાત્રીના પર્વમાં શક્કરીયા બટાકા ખાવાનો રિવાજ ચાલી આવે છે. લોકોએ તેની પણ જયાફત માણી હતી. શહેરા તાલુકામાં આવેલા અનેક નાના મોટા શિવાલયોને ભાવિકોએ બમબમ ભોલે અને અને ઓમ નમઃ શિવાય ના નાદથી ગુંજ્વી મુક્યા હતા. રાત્રીના સમયે મહાઆરતી સહીતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
    " isDesktop="true" id="1184608" >

    આ પણ વાંચો: પ્રાચીન અને પૌરાણિક પાટનગર ગાંધીનગરમાં આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિરનો જાણો ઈતિહાસ

    કોઈ અનિચ્છનીય બનાવ નહી બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. શિવરાત્રી પર્વની પંચમહાલ જિલ્લામાં શહેરા નગર અને પંથકમા શ્રધ્ધાપુર્વક ઉજવણી કરવામા આવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ, મહાશિવરાત્રી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन