શહેરાની વાડી તાલુકા પંચાયત બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશવંતસિંહ સોલંકીએ અને શહેરાની વાડી જીલ્લા પંચાયત બેઠકમાં તેમના પત્ની કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.
રાજેશ જોષી, પંચમહાલઃ પંચમહાલના (Panchmahal) શહેરા વાડી તાલુકા પંચાયત બેઠક ઉમેદવારની (taluka panchayat candidate) લેન્ડ ગ્રેબિંગના (Land grabbing) ગુનામાં ધરપકડ કરાઈ હતી. વલ્લવપુર ગામના (vallavpur) જશવંતસિંહ સોલંકી વાડી તાલુકા પંચાયત બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર (congress candidate) અને તેમના પત્ની શહેરાની વાડી જીલ્લા પંચાયત બેઠક કોંગ્રેસના ઉમેદવાર છે. એલસીબીએ જશવંતસિંહ સોલંકીની તેના ઘરેથી કરી ધરપકડ. પોતાની બેઠકની મત ગણતરી થાય એ પૂર્વે આરોપી ઝડપાઇ ગયો.
શહેરાના વલ્લવપુર ગામે ગીરો લીધેલી જમીન પચાવી પાડવા સંદર્ભમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે શહેરા પોલીસ મથકે પ્રથમ ફરિયાદ નોંધાઇ હતી.આ ફરિયાદ પ્રકરણમાં એક આરોપીની એલસીબીએ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છેકે લેન્ડ ગ્રેબિંગ એકટની નોંધાયેલી ફરિયાદમાં જે આરોપીનો સમાવેશ છે જે હાલ શહેરા તાલુકા પંચાયત વાડી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જશવંતસિંહ સોલંકી છે જેઓની પોલીસે ધરપકડ કરી છે.આરોપીએ ચૂંટણી દરમિયાન ગોધરા કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી.
રાજ્ય સરકારે તાજેતરમાં અમલમાં મુકેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં પંચમહાલ જિલ્લામાં બે કેસ નોંધાયા છે.જેમાં ગોધરા અને શહેરા તાલુકામાં બે ફરિયાદ નોંધાઇ છે. શહેરાના વલ્લવપુર ગામે ગીરો લીધેલી જમીન પચાવી પાડવા મુદ્દે વલ્લવપુર ગામના જશવંતસિંહ સોલંકી અને તેમના પિતા સામે શહેરા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
નોંધનીય છેકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેરાની વાડી તાલુકા પંચાયત બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશવંતસિંહ સોલંકીએ અને શહેરાની વાડી જીલ્લા પંચાયત બેઠકમાં તેમના પત્ની કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. દરમિયાન ચૂંટણીના માહોલને લઈ જશવંતસિંહએ પ્રચાર કાર્ય માટે પોતે અને તેમના પિતાએ ગોધરા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.આ આગોતરા જામીન અરજીની સુનાવણી ગોધરા સ્પેશ્યલ કોર્ટમાં યોજાઇ હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.બીજી તરફ ચૂંટણીની મતદાન પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી જશવંતસિંહ સોલંકી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
" isDesktop="true" id="1076457" >
જેનાબાદ જશવંતસિંહ મત ગણતરી યોજાવા પૂર્વે પોતાના ગામમાં આવી ગયા હતા.જે અંગેની જાણ સોમવારે ગોધરા એલસીબી પીઆઇ ડી.એન ચુડાસમા અને ટીમે ને થઈ હતી જેથી વલ્લવપુર જઇ પોલીસે જશવંતસિંહ સોલંકી ધરપકડ કરી છે.