Home /News /madhya-gujarat /

Panchmahal: આ મહિલાઓએ ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો સાથે કરી ગણતંત્ર દિવસની ઉજવણી

Panchmahal: આ મહિલાઓએ ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો સાથે કરી ગણતંત્ર દિવસની ઉજવણી

મહિલા ટીમ, ગોધરા, પંચમહાલ

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં પ્રજાએ ગણતંત્ર દિવસ (republic day) ની અલગ અલગ રીતે ઉજવણી કરી હતી. તેમાં પણ ગોધરા (godhra) શહેર માં ગતરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

    ગોધરા, પંચમહાલ: ગતરોજ પંચમહાલ (Panchmahal) જિલ્લામાં પ્રજાએ ગણતંત્ર દિવસ (republic day) ની અલગ અલગ રીતે ઉજવણી કરી હતી. તેમાં પણ ગોધરા (godhra) શહેર માં ગતરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ગોધરાની એક મહિલા ટીમ દ્વારા જરૂરિયાત મંદોમાં ચીજ વસ્તુઓ વહેંચીને અનોખી રીતે સેવા કરીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. આ દિવસે બધાએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને , રાષ્ટ્ર ગાન ગાઈને રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કર્યો હશે. પરંતુ ગોધરા ખાતે વિ કલ્બ વન્ડર વુમન (we club wonder women) ની કાંઈક અલગ જ વાત છે. તેમણે એવા લોકો સાથે મળીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી કે જેમની સાથે તહેવારની ઉજવણી કરવા માટે કોઈ આગળ ન આવ્યું.

    ગતરોજ ગોધરાનાં બામરોલી રોડ વિસ્તારમાં આવેલા ગરીબ તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે મળીને વિ કલ્બ વન્ડર વુમનની મહિલાઓએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ ના કાર્યકર્તા તથા વિ કલ્બ વન્ડર વુમનનાં સદસ્ય નિધી જોષી તેમજ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના ઉપપ્રમુખ ગીતા લુહાણા એ સાથે મળીને ગોધરાનાં બામરોલી રોડ વિસ્તારમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકોને અનાજ, કરીયાણાની કિટ, લીલા શાકભાજી નું વિતરણ કર્યું હતું. તેમજ બાળકોને નાના રાષ્ટ્ર ધ્વજ શું છે તેમજ ફૂગ્ગાનું વિતરણ કરી બાળકોને લાડું ખવડાવી તેમનું મોં મીઠું કરાવ્યું હતું.તેમજ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા તે વિસ્તારમાં રહેતા લોકોને મહામારીમાં સાવચેતી રાખવા જણાવી તમામ ને નિશુલ્ક માસ્ક વહેંચવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: 'ઠરશે ગુજરાત': અમદાવાદમાં પારો 6.7 ડિગ્રીએ પહોંચ્યો, ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

    તેમજ નિધી જોષીએ જણાવ્યું હતું કે અમે આ લોકો સાથે મળીને જરૂરીયાતમંદ લોકોને અનાજ કરીયાણાની કિટ તથા લિલા શાકભાજી આપ્યાં ત્યારે તેમનાં મોઢા પર એક અલગ જ ખૂશી જોવાં મળી હતી. તેમજ બાળકો પણ ઝંડો અને ફૂગ્ગા જોઈને ખૂશ થઈ ગયા હતા. તેમજ આ જ લોકો સાથે મોઢું મીઠું કરીને અમે પણ આજે ગણતંત્ર દિવસ ઉજવ્યો ત્યારે અમને પણ અંદરથી ખરા અર્થમાં ગણતંત્ર દિવસ ઉજવ્યાની લાગણી નો અનુભવ થયો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, Panchmahal News, પંચમહાલ

    આગામી સમાચાર