Home /News /madhya-gujarat /Video : પંચમહાલમાં વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો, ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો

Video : પંચમહાલમાં વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો, ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો

Panchmahal

Panchmahal : પંચમહાલ જિલ્લામાં ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા, એક બાજુ વરસાદની ઘટ બીજી બાજુ વાવણી બાદ પાણીની તાતી માંગ, જુઓ આ ખાસ અહેવાલમાં, પાણી ન મળે તો ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવશે

Panchmahal : પંચમહાલ જિલ્લામાં ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા, એક બાજુ વરસાદની ઘટ બીજી બાજુ વાવણી બાદ પાણીની તાતી માંગ, જુઓ આ ખાસ અહેવાલમાં, પાણી ન મળે તો ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવશે

    Gujarat Rain Deficit :  પંચમહાલમાં (Panchmahal)  વરસાદ ખેંચાતા ધરતીપુત્રો (Farmers)  ચિંતિત બન્યા છે આકાશમાં વાદળો ઘેરાય છે પણ વરસાદ વરસતો ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. છુટ્ટા છવાયા ઝાપટાને (Rains) બાદ કરતા જિલ્લામાં જોવેતેવો વરસાદ વરસ્યો નથી જેને લઇ ખેડૂતોનું વાવેતર (Sowing in Panchmahal)  પણ સુકાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ગરમીનું વાતાવરણ (Weather in Panchmahal)  જોવા મળી રહ્યું છે. થોડાક દિવસો પહેલા વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જેને લઇને ખેડૂતોએ ઉમંગભેર ખેતરોમાં વાવણીની શરૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા ડાંગર (Corn Sowing) તેમજ મકાઈ (Paddy Sowing)  જેવા ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

    પરંતુ ત્યારબાદ એકાએક વરસાદ (Rain Deficit in Panchmahal)  ખેંચાઇ જતાં જિલ્લામાં ગરમીનું પ્રમાણ જોવા મળ્યું. જેના કારણે જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર છૂટા છવાયા વરસાદ એ દેખા દીધા. પરંતુ હાલ જિલ્લામાં જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાન પર રાખતા પોતાના ખેતરોમાં ધાન્ય પાકો નું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો ચિંતા માં જોવા મળી રહ્યા છે.

    છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ રહેતા જિલ્લામાં ખેડૂતોને વરસાદની આશા ઓ જાગી રહી હતી. પરંતુ વાદળો હાથતાળી આપીને જતા રહે છે તેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ડાંગરના પાક માટે પર્યાપ્ત પાણીની આવશ્યકતા હોય જે ખેડૂતો પાસે કુદરતી પાણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

    તે ખેડૂતો માથે હાથ દઇને બેઠેલા જોવા મળ્યા. તેમજ જેમણે મકાઇના પાકનું વાવેતર કર્યું છે તેવા પાકમાં ઈયળ અને અન્ય જંતુઓ નો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેના કારણે વચગાળાના વરસાદ દરમિયાન જે ખેડૂતોએ પાકની વાવણી કરી હતી તે ખેડૂતો ચિંતાતુર દેખાઈ રહ્યા છે.

    આ સાથે જિલ્લામાં ચોમાસુ જાણે જતું રહ્યું હોય તેમ તડકો પણ જોવા મળી રહ્યો છે તેમજ ક્યાંક ક્યાંક વાદળોનું સામ્રાજ્ય ઘેરાયેલું હોય ભેજનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. જેના કારણે અસહ્ય ઉકળાટ લોકો અનુભવી રહ્યા છે પરંતુ એવું કહેવામાં આવે છે કે ભેજ બાદ વરસાદનું આગમન થઇ શકે છે જેથી લોકો અને ખેડૂતો મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. કે વરસાદ આવે અને તેમની ચિંતા દૂર થાય.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Panchmahal News, Panchmahal Videos, Rain Deficit, ખેડૂતો, ખેતી, ખેતીવાડી, ચોમાસુ, વરસાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन