પંચમહાલ: ચૈત્રી નવરાત્રીના છેલ્લા દિવસે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર
News18 Gujarati Updated: March 25, 2018, 6:06 PM IST

1.50 લાખથી વધુ શ્રદ્ધાઓ-દર્શનાર્થીઓ પાવાગઢ ખાતે ઊમટ્યા.
- News18 Gujarati
- Last Updated: March 25, 2018, 6:06 PM IST
પંચમહાલ: ચૈત્રી નવરાત્રીના છેલ્લા દિવસે પાવાગઢ ખાતે શ્રદ્ધુઓ- ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. 1.50 લાખથી વધુ શ્રદ્ધાઓ-દર્શનાર્થીઓ પાવાગઢ ખાતે ઊમટ્યા હતા. ગત રાત્રીથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.કોઈ પણ ઘટના કે બનાવ ન બને એ માટે તંત્ર દ્વારા ભક્તોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

મળતી વધુ વિગત મુજબ, પંચમહાલના પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીના છેલ્લા દિવસે 1.50 લાખથી વધુ શ્રદ્ધુઓ મહાકાળીનાં દર્શન માટે ઊમટી પડ્યા હતા અને હજુ પણ ધસારો ચાલુ છે. દર્શનાર્થીઓના ધસારાને ધ્યાનમાં લઈ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે. ગઈ કાલે પાવાગઢની તળેટીના જંગલમાં આગ લાગવાના બનાવને ધ્યાનમાં લઈ વન વિભાગ દ્વારા મીણબત્તી, સિગારેટ અને સૂકાં પાંદડાંથી દૂર રહેવાની ભક્તોને સૂચના આપવામાં આવી છે. વધુ વિગત માટે વિડિયો પર ક્લિક કરોઃ


Loading...