Home /News /madhya-gujarat /

પંચમહાલ : વેપારીઓનાં કપાળ પર છવાઈ ચિંતાની રેખાઓ! Coronaની અસર આ વખતે પણ રોવડાવશે?

પંચમહાલ : વેપારીઓનાં કપાળ પર છવાઈ ચિંતાની રેખાઓ! Coronaની અસર આ વખતે પણ રોવડાવશે?

Panchmahal

Panchmahal News : 'હાલના સમયમાં દિવસનો 400-500 રૂપિયાનું ધંધો પણ થવો મુશ્કેલ છે. પરંતુ તેમ છતાં એક આશાએ બેઠા છીએ'

Panchmahal News : 'હાલના સમયમાં દિવસનો 400-500 રૂપિયાનું ધંધો પણ થવો મુશ્કેલ છે. પરંતુ તેમ છતાં એક આશાએ બેઠા છીએ'

    હમણાં થોડાક જ સમય પહેલાં શ્રાવણ માસનો (Shravan 2021) પ્રારંભ થયો અને તહેવારોની (Festval) ભરમાર શરૂ થવા જઈ રહી છે. ત્યારે ગણતરીના દિવસોમાં રક્ષાબંધન (Rakshabandhan) આવી રહી છે. ક્યારે ચારે બાજુ તહેવારનો માહોલ હોય એવી અપેક્ષા હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના (Coronavirus) કારણે બધા જ તહેવાર ઘરે રહીને કરવા પડ્યા હતા. જેથી તહેવારોના સમયમાં સીઝનલ વેપાર ધંધો કરતાં વેપારીઓ ને તેની ખૂબ જ અસર પડી હતી. સીઝનલ વેપાર કરતા વેપારીઓ ચોક્કસ સિઝનમાં જ વેપાર ધંધો કરીને આખું વર્ષ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.

    પરંતુ છેલ્લા બે વર્ષથી તેમના ધંધા વ્યાપાર ઠપ હોવાના કારણે આ વર્ષે જ્યારે તહેવારો શરૂ થવા જઈ રહ્યા છે અને શહેરો પણ અનલોક ની સ્થિતિમાં છે ત્યારે તેમને મનમાં ધંધા વ્યાપાર ચાલુ રહેવાનું એક હાશકારો છે. પરંતુ બીજી તરફ જોતા રક્ષાબંધનના અગાઉના દિવસો માં રાખડી નો વેપાર કરતા વેપારીઓને ત્યાં અઢળક ભીડ જોવા મળે છે.

    પરંતુ ગોધરા (Godhra) શહેરમાં આજરોજ રાખડીના વેપારીઓએ ની મુલાકાત લેતા કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી. ગોધરા શહેરમાં દર વર્ષે રાખડીના વેપારીઓએ દ્વારા રાખડીનું વેચાણ કરવામાં આવે છે તે શરૂ થઇ ચૂક્યું છે પરંતુ બજાર ખુલ્લુ હોવાની સાથે-સાથે ગ્રાહકો પણ હોવા એટલા જ જરૂરી છે.

    દિલીપભાઈ યાદવ રાખડી ના વેપારી દ્વારા જણાવવામાં આવ્યું કે બજાર ફક્ત ખુલવા ખાતર ખુલ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. તેમજ બીજી તરફ જથ્થાબંધ વેપારીઓ પાસે માલ ન હોવાની ફરિયાદ અને ભાવ વધારો પણ જોવા મળ્યો છે. ત્યારે હાલના સમયમાં દિવસનો 400-500 રૂપિયાનું ધંધો પણ થવો મુશ્કેલ છે. પરંતુ તેમ છતાં એક આશાએ બેઠા છીએ.

    ત્યારે બીજા એક મહિલા વેપારી ક્રિષ્નાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે પહેલા તેમના રાખડીના ધંધામાં એટલી ભીડ જોવા મળતી કે જમવાનો પણ સમય રહે તો નહીં. જ્યારે આજે ફક્ત સમય પસાર કરતા હોય તેવું લાગી રહ્યું છે.
    ગોધરા શહેરમાં રાખડીના બજારો ખુલ્લા થઈ ગયા છે ત્યારે બીજી તરફ ગ્રાહકો વિના બજારો સૂના જોવાઈ રહ્યાં છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Panchmahal News, Rakshabandhan, ગોધરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन