પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ઠેર ઠેર વરસાદ (Rain) પડી રહ્યો છે તેવા સમયે પ્રજા ઘરની બહાર નીકળી વરસાદની મજા માણવા નું પસંદ કરે પરંતુ ઘરની બહારના રસ્તા અસુરક્ષિત અને ભયાવહ હોય તો પ્રજા મજા માણવાનું મૂકી સૌપ્રથમ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે. પરંતુ શું પ્રજા એટલા માટે જ મત આપી હોય છે?
આવું જ કંઈક દ્રશ્ય ગોધરાના (Godhra) ભુરાવાવ વિસ્તાર વોર્ડ નંબર ૨ માં જોવા મળ્યું. વોર્ડ નંબર 2 માં પ્રવેશ કરતા ગણેશ નગર સોસાયટી થી અંકુર સ્કૂલ તરફ જતા આવતો રસ્તો આવું જ કંઈક ચિત્રો પ્રદર્શિત કરે છે. રસ્તા ઉપર દર પાંચ ફૂટના અંતરે ખાડા ખાબોચિયા નુ સામ્રાજ્ય દેખાઈ આવે છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તાઓની આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
પહેલાં પ્રજામાં રોષ જોવા મળતો હતો પરંતુ હવે પ્રજાને પણ એવું લાગ્યા કરે છે કે તેમનું કોઈ સાંભળવાનું નથી. તો શું પ્રજાને એટલા માટે જ મત આપવાનો અધિકાર છે? શું આ હકીકત ભુરાવાવ વોર્ડ નંબર બે ના કાઉન્સીલરો થી છૂપી છે? કે પછી તેઓ ઘોર નિંદ્રામાં છે? ભુરાવાવ વિસ્તારની પ્રજામાં આવા અનેક પ્રશ્નો સામે આવ્યા. પ્રજાએ તંત્રને આવકાર પણ કર્યો છે કે જેથી તંત્ર વિસ્તારમાં આવી અને રસ્તાઓ ની સ્થિતિ નિહાળી શકે.
પંચમહાલમાં સાર્વત્રિક વરસાદ
પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ખૂબ જ સારો વરસાદ થઈ રહ્યો છે. કેટલાય સમયથી વરસાદ હાથતાળી આપી જતો હતો જ્યારે છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ખેડૂતોમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી. જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતો ખેતરોમાં જોવા મળ્યા. અને ડાંગરનું વાવેતર શરૂ કર્યું હોઇ ખુશી છવાઈ.
પંચમહાલનું વર્લ્ડ હેરિટેજ સાઈટ ગણાતું પાવાગઢ ચોમાસામાં અલગ જ દ્રશ્ય સર્જે છે જેને નિહાળવા દૂરથી સહેલાણીઓ આવે છે. જિલ્લામાં વરસાદ પડતા પાવાગઢ ની તળેટી તેમજ જંગલ વિસ્તારમાં નયનરમ્ય વનરાજીથી છવાયેલો જોવા મળી. વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં સહેલાણીઓએ પણ તંત્રના નિયમાનુસાર કુદરતી નજારો માણ્યો. કુદરતની અદભુત રંગોળી પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે જોવા મળી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર