Home /News /madhya-gujarat /

પંચમહાલ : ગોધરાની દીકરીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ; પાવાગઢ મંદિરમાં નવીન દીવાલ ધરાશાયી

પંચમહાલ : ગોધરાની દીકરીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ; પાવાગઢ મંદિરમાં નવીન દીવાલ ધરાશાયી

ગોધરાની

ગોધરાની માહીએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Panchmahal News : પંચમહાલ જિલ્લાના મહત્ત્વના સમાચારો, ગોધરાની દીકરીનો વર્લ્ડ રેકોર્ડ અને પાવાગઢમાં દિવાલ ધરાશાયી જુઓ આ બૂલેટિનમાં

    ગોધરાની (Godhra) 13 વર્ષીય દીકરી માહીએ (Mahi) ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ હોલ્ડર બની. માહી કેન્દ્રીય વિદ્યાલય ગોધરામાં ધોરણ 9 માં અભ્યાસ કરે છે. હાલમાં સ્ટેન્ડિંગ બાઈસીકલ ક્રંચિસનો ઇન્ટરનેશનલ રેકોર્ડ એક મિનિટમાં 127 હતો જે તોડીને 151નો નવો રેકોર્ડ કરેલ છે આ સાથે પોતાનો જ રેકોર્ડ સ્થાપિત કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે 155 કરી અને સ્થાન મેળવેલ છે. ગોધરાની માહી પરમાર ઉંમર વર્ષ 13 અને કેન્દ્રીય વિદ્યાલય ગોધરા માં ધોરણ 9 માં અભ્યાસ કરે છે પરંતુ ઉંમરનો બાધ ન રાખતા માહીએ ઇન્ટરનેશનલ રેકોર્ડ બનાવ્યો છે.

    અગાઉનું સ્ટેન્ડિંગ બાઈસીકલ ક્રંચિસ (એક પ્રકારની શારીરિક કસરત) નો રેકોર્ડ એક મિનિટમાં 127 હતો. માહીએ અથાગ મહેનત અને સતત પ્રયત્ન નથી તને પ્રેક્ટિસ કરી અને એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો. માહી એક મિનિટમાં 151 સ્ટેન્ડિંગ બાઈસીકલ crunchies કરી ઇન્ટરનેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો સાથે સાથે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે ગોધરા શહેર માટે ગૌરવની વાત કહી શકાય. માહી ના માતા પિતા પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

    આ અગાઉ માહી કરાટે ચૅમ્પિયનશિપમાં જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલ છે, તેમજ રાજ્યકક્ષાએ બ્રોન્ઝમેડલ પણ મેળવેલ છે. તેની સાથે-સાથે સાયન્સ ઓલમ્પિયાડ એકઝામ માં પંચમહાલમાં પ્રથમ આવેલ છે. નાની ઉંમરે માહીની અનેક સિદ્ધિઓ સરાહનીય છે. આ સાથે જ બળાત્કાર ની સજા હોવી જોઈએ એના માટે હસ્તાક્ષર અભિયાન ચલાવી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડનાર ઘણા સમાચાર પત્રોમાં વડોદરા ના મુખ્ય પેજ પર પણ માહી ની ઉપલબ્ધિ છે.

    પાવાગઢ યાત્રાઘામમાં બનાવેલી નવીન દિવાલ ધરાશાયી થતા દોડધામ

    સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે નવીનીકરણ માટે બનાવેલ દીવાલનો એક ભાગ ગતરોજ બપોરના સુમારે અચાનક ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.

    દિવાલ નો ભાગ ખીણ વિસ્તારમાં ધરાશાયી થયો છે જોકે જાનહાની ટળી હતી ,પાવાગઢ મંદિરનું ચોગાન બનાવવા માટે ઉભી કરાયેલી દિવાલ ગતરોજ બપોરના સુમારે એકાએક ત્રણ વિસ્તારમાં આવેલ છાસિયા તળાવ તરફ જતા ખેરવાડા નિર્જન વિસ્તારમાં દીવાલ ધરાશાયી થઈ હતી. જોકે આ બનાવ સંદર્ભે કોઈ જાનહાનિ કે ઇજા થઇ ન હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે નવીનીકરણ માટે બનાવેલ દિવાલ તાજી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે દિવાલના કન્સ્ટ્રકશનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થાય એવી આશંકાઓ ઊભી થઈ છે .
    First published:

    Tags: Godhra girl mahi World Record, Panchmahal News, Pavagadh, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર