Home /News /madhya-gujarat /

પંચમહાલઃ હત્યાનો વિચિત્ર કિસ્સો, બહેન અને પુત્રી વચ્ચે 'ભરાઈ' પત્ની, પતિએ હથિયાર વડે પત્નીની કરી હત્યા

પંચમહાલઃ હત્યાનો વિચિત્ર કિસ્સો, બહેન અને પુત્રી વચ્ચે 'ભરાઈ' પત્ની, પતિએ હથિયાર વડે પત્નીની કરી હત્યા

પોલીસ સ્ટેશનની તસવીર

પતિએ પોતાની પત્નીને કહ્યું હતું કે તારી બેન અને બનેવીને બોલાવી નિકાલ કરવો પડશે. મારી અને તારી દીકરી સમાજમાં ખોટી બદનામ થઈ રહી છે.

    રાજેશ જોષી, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના (Panchmahal) શહેરા તાલુકાના (shahera taluka) બીલીથા (Bilitha) પંથકમાં પતિએ જ પોતાની પત્નીને (husband killed wife) તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે. પોતાની દીકરીની સમાજમાં થઈ રહેલી બદનામી અંગે સમાજ રાહે ભરાયેલા પંચમાં પત્નીની બહેન બનેવી અને ભાણો ઉપસ્થિત નહિં રહેતા પતિએ રોષે ભરાઈ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ રફુચક્કર થઈ જતાં શહેરા પોલીસે (shahera police) હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની શોધખોળ શરૂ કરી છે.

    ઉલ્લેખનીય છેકે મૃતક મહિલાની હાલત કફોડી એટલે બની હતી કે એક તરફ પોતાની દીકરી હતી અને બીજી તરફ પોતાની સગી બહેનનો દીકરો હતો જે સંજોગોમાં તરફેણ કરવી કોની એટલે જ પોતાના પતિને સમાજ રાહે નિકાલ કરવા પંચ નહિં બોલાવવાનું જણાવી રહી હતી પરંતુ આ ગતિવિધિઓ વચ્ચે આખરે તેણીને મોત મળ્યું છે.

    કહેવાય છે કે યુવાવસ્થામાં અંગત સંબંધોની મર્યાદા ભૂલી જઈને પાંગરતા પ્રેમ સંબંધો ક્યારેક ભયાનક સ્થિતિનું નિર્માણ કરે છે અને કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાઇ છે અને કોઇક જીવથી જાય છે. આખરે પરિવારનો માળો વડીલોની હૂંફ વિનાનો બની વિખેરાય જાય છે.એવું જ કંઈક પંચમહાલ જિલ્લાના શહેરાના બીલીથા પંથકમાં બન્યું છે.

    માસી માસીના ભાઈ બહેન વચ્ચે પ્રેમ સંબધ હોવાનો અણસાર દીકરીના પિતાને એક ધાર્મિક પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતી વેળાએ આવી જતાં તેઓના મગજમાં પોતાની દીકરીની સમાજ થતી બદનામી તેઓ સહન કરી શક્યા નોહતા અને જે વાહનમાં બધા સાથે જઈ રહ્યા હતા જેમાં ખટરાગ થયો હતો.

    અને પોતાના અંગત સંબંધી એવા સાઢું, સાળી અને ભાણો વાહનમાંથી ઊતરી ગયા હતા. દરમિયાન પતિએ પોતાની પત્નીને કહ્યું હતું કે તારી બેન અને બનેવીને બોલાવી નિકાલ કરવો પડશે. મારી અને તારી દીકરી સમાજમાં ખોટી બદનામ થઈ રહી છે.

    એ વેળાએ પત્નીએ પતિને એમ નહીં કરવા જણાવ્યું હતું ત્યારે પતિએ તું તારી બહેનનો પક્ષ ન લે એમ જણાવ્યા બાદ આખરે પિતાએ પોતાની દીકરીની બદનામીનો નિકાલ કરવા સમાજ રાહે અગ્રણીઓને એકત્રિત કર્યા હતા.

    દરમિયાન પત્નીનો બનેવી, બેન અને દીકરો ત્રણેય નહિં આવતાં પતિના મગજમાં તેની પત્નીએ જ બહેન બનેવીને આવવા નહિં દીધા હોવાનું ઘુસી ગયું હતું. ત્યારબાદ પતિ પત્ની અને દીકરો ઘરે આવ્યા બાદ પત્ની લઘુશકાએ જવા ખેતરમાં ગઈ હતી દરમિયાન પતિ અંગત વાત કરવાનું જણાવી ગયો હતો.

    પતિએ પત્ની પાછળ જઈને ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દઈ રફુચક્કર થઈ ગયો હતો. બીજી તરફ ઘટનાની જાણ પાડોશી યુવતીએ કરતાં જ ઇજાગ્રસ્ત મહિલાને તેનો પુત્ર અને ભાઈ દવાખાને લઈ ગયા હતા પરંતુ તબીબે મૃત જાહેર કરતાં પોતાની માતાની હત્યા અંગે પોતાના પિતા સામે પુત્રે મજબુર બની હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Panchmahal, Wife Murder, ગુજરાત, ગુનો, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन