પંચમહાલઃ મોરવાહડફમાં આરોગ્ય વિભાગની કેરી-રસની 46 દુકાનો પર તપાસ

News18 Gujarati
Updated: April 25, 2018, 8:33 PM IST
પંચમહાલઃ મોરવાહડફમાં આરોગ્ય વિભાગની કેરી-રસની 46 દુકાનો પર તપાસ
પંચમહાલઃ મોરવાહડફમાં આરોગ્ય વિભાગની કેરી-રસની 46 દુકાનો પર તપાસ.

  • Share this:
પંચમહાલઃ મોરવાહડફમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ કુલ 26 જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે  કેરીના રસની હાટડીઓ, ઠંડાં પીણાંની દુકાનો પર દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યાં છે તેમ જ અખાદ્ય કેરીનો રસ, કેમિકલથી પકવેલી કેરીના જથ્થાનો નાશ કરી દીધો છે.

મળતી વધુ માહિતી મુજબ, ઉનાળો જેમ જેમ આગળ વધતાં વધુ કેરીઓ બજારમાં આવી રહી છે એ બાબત સારી છે, પણ એમાં કેરીને પકવવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે તો લોકોનાં સ્વાસ્તથ્ય સાથે ચેડાં થાય છે. આ કારણે ગુજરાતનો આરોગ્ય વિભાગ પહેલેથી જ સક્રિય થઈ ગયો છે. મળેલી બાતમીને આધારે આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમે બનાવી પંચમહાલના મોરવાહડફમાં કેરીનો રસ અને ઠંડા પીણાં વેચતી દુકાનો પર તપાસ ધરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કુલ 46 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં અખાદ્ય કેરીનો રસ, ચાસણી તેમ જ પકવેલી કેરીનો જથ્થો મળ્યો છે, જેમાં કેમિકલ નાખવામાં આવ્યું હતું. તમામનાં સેમ્પલ લઈ સીલ કરવામાં આવ્યાં છે.

આરોગ્ય વિભાગે કેરીનો રસ, ચાસણી, કેમિકલથી પકવેલી કેરીનો કુલ 266 કિલો જથ્થો જપ્ત એનો નાશ કર્યો છે. આરોગ્ય વિભાગે કેરી, કેરીના રસના વેપારીઓને નોટિસ આપી વધુ કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે.


Loading...First published: April 25, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...