Home /News /madhya-gujarat /

Daily Highlights: ગોધરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીઓનું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન

Daily Highlights: ગોધરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીઓનું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન

પંચમહાલના

પંચમહાલના 9મી ઑક્ટોબરના ટોપ સમાચાર જુઓ આ વીડિયોમાં

Panchmahal News : કાશ્મીરમાં થયેલી નિર્મમ હત્યા ને લઈને ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગોધરામાં વિરોધ અને દિવસભરના અન્ય સમાચારો

    1. શહેરા વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની (WildLife Week celebration in Shahera Panchmahal)  ઉજવણી પાદરડી ગામે કરવામા આવી.શહેરા વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ ગામોમાં જઈને ઉજવણી કરવામા આવી હતી.જેનુ સમાપન જુની પાદરડી પ્રાથમિક શાળા ખાતે કરવામા આવ્યુ હતુ.વનવિભાગ દ્વારા દર વર્ષે વન્ય સપ્તાહની ઉજવણી કરવામા આવે છે.જેના ભાગરૂપે શહેરા વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જેમા શહેરા તાલુકાના જુનાખેડા,સદનપુર,ધરોલા,ખાંડીયા,તાડવા,ઉમરપુર ખાતે શાળાઓમાં કાર્યકમો યોજવામા આવ્યા હતા.જુની પાદરડી પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમનુ સમાપન કરવામા આવ્યુ હતુ.

    શાળાના વિદ્યાર્થીઓને વન્યપ્રાણી જીવસૃષ્ટિને લગતા સાહિત્યો આપવામા આવ્યા હતા.અને પ્રાણીઓ અને માનવ જીવનની કળી સાથે કેવી રીતે સંકળાયેલા છે.તેની સમજ આપવામા આવી હતી.નોધનીય છેકે આપણા ગુજરાત રાજ્યમાં એશિયાટીક સિંહ,દિપડા,રીંછ સહિતના અન્ય પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે.લોકોમાં હવે વન્યપ્રાણીઓને લઇને જાગૃતતા આવી છે. વન્યપ્રાણીઓની વધી રહેલી જીવસૃષ્ટિ માનવની કડી સાથે સંકળાયેલી છે.કાર્યક્રમમાં શહેરા મામલતદાર મેહુલ ભરવાડ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલ તથા વનવિભાગના અધિકારીઓ,કર્મચારી,શાળા પરિવારના સભ્યો,ગ્રામજનો,અગ્રણીઓ હાજર રહ્યા છે.

    2. આજરોજ ગોધરાની (Navratri by Divine Science Academy Godhra)  ડિવાઇન સાયન્સ એકેડમી ખાતે વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું. navratri 2021 માં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટને કારણે શાળા તથા કોલેજોમાં પારંપરિક નવરાત્રિના આયોજનો થઇ રહ્યા છે. આ પ્રકારના આયોજનો શાળા-કોલેજોમાં થવાથી વિદ્યાર્થી જીવન ફરી ધબકતું જોવાઈ રહ્યું છે..

    3. કાશ્મીરમાં થયેલી નિર્મમ (Protest on Kashmiri Teachers Killing in by Godhra VHP)  હત્યા ને લઈને ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચાચર ચોક ખાતે આતંકવાદીનું પ્રતિકાત્મક પૂતળું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

    4. ગોધરા ના રહેવાસી ત્રિકમદાસ કોડવાની માતાજીના પ્રખર ભક્ત છે.તેમની ભક્તી અનોખી છે. ગોધરાના ત્રિકમદાસ કોડવાની ની ઉંમર ૬૨ વર્ષ છે. તેઓ ૧૮ વર્ષનાં હતાં ત્યારથી દર ચૈત્ર અને આસો નવરાત્રી માં ૬૫૧ દિવડાનો ૪૨ કિલોનો ચોલો પહેરી માં ની આરતી કરે છે.આટલી ઉંમરે અત્યાર ના સમયમાં બીપી, સુગર જેવી બિમારીઓ નો શિકાર બની રહ્યા હોય છે, પરંતુ ત્રિકમદાસ ને નખમાં પણ રોગ નથી તેનું કારણ તેમને માતાજીની આરાધના, સેવા અને ભક્તિ જણાવ્યું. \" હું જ્યારે આરતી કરું છું ત્યારે ૬૨ વર્ષે ૪૨ કિલો વજન સાથે મને ૧૮ વર્ષ નો હોઉં તેવું લાગે છે...\" તેવું માઈભક્ત દ્વારા જણાવવામાં આવ્યું.તેમજ દર વર્ષે સેંકડો ભક્તો ચાંચર ચોક, માતાજીના મંદિર, ગોધરા ખાતે આ આરતી નો લાભ લેવા આવે છે... જોઇએ વિડિયો
    First published:

    Tags: Panchmahal News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन