પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો બારોબાર કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાતમીઓના આધારે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ૩.૫ કરોડ રૂપિયાની કિંમતના ઘઉંની ૧૩૧૨૭ બોરીઓ અને ચોખાની ૧૨૯૮ બોરીઓ સગેવગે થઈ હોવાનું બહાર આવતા શહેરા પોલીસ સ્ટેશનમાં મામલતદાર મેહુલ ભરવાડે તા.૨૦-૦૨- ૨૦૨૧ના રોજ આપેલ ફરીયાદમાં ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત તથા અન્ય ઈસમો સામે ગુન્હો દાખલ થતાં જ અનાજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાં હતાં.
ગોધરાના ડી.વાય. એસ.પી.ને તપાસ સુપ્રત કરવામાં આવી હતી. જેથી ગોડાઉન ઇન્ચાર્જ મેનેજર ભાગતો ફરતો હતો ઘણા લાંબા સમયથી હાથે જડતો ન હતો. આ સાથે પોલીસ તંત્રની ધરપકડથી બચવા માટે ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર ભાગતો ફરતો કનૈયાલાલ ડી.વાય.એસ.પી સી.સી.ખટાણાને મેઘરજ વિસ્તારમા છુપાયો હોવાની બાતમી મળી હતી.આથી ઇન્ચાર્જ ગોડાઉન મેનજરને ઝડપી પાડીને ગોધરા ખાતે લાવીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. આ ખબર ફેલાતાં અનાજના ગેરકાયદેસર વેપાર કરતાં વેપારીઓ માં ફફડાટ ફેલાઈ ચૂક્યો છે. આવો એક કૌભાંડ ઝડપાયો પરંતુ હજુ કેટલાય આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેમના માટે આ એક મોટો સબક સાબિત થશે કે નહીં?
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર