પંચમહાલ સાયબર ક્રાઈમે અમદાવાદનો ભેજાબાજ ઝડપ્યો, જાણીલો આ પ્રકારે વેબસાઈટ બનાવી કરતો છેતરપિંડી

પંચમહાલ સાયબર ક્રાઈમે અમદાવાદનો ભેજાબાજ ઝડપ્યો, જાણીલો આ પ્રકારે વેબસાઈટ બનાવી કરતો છેતરપિંડી
પંચમહાલ સાયબર ક્રાઈમે અમદાવાદનો ભેજાબાજ ઝડપ્યો

લોકડાઉન બાદ ધંધો બંધ થઈ જતાં યુવકે આ ભેજાબાઝી શરૂ કરી હોવાનું પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે

 • Share this:
  રાજેશ જોષી, પંચમહાલ : રાજ્યભરમાં ઓન લાઇન એ.સી રીપેરીંગના સ્પેરપાર્ટ, ગેસ ખરીદીના નામે વેબસાઇટ બનાવી ઈન્કવાયરી કરનાર ગ્રાહકો સાથે છેતરપીંડી કરનાર અમદાવાદના એક ભેજાબાઝની પંચમહાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગ્રાહકોના મોબાઇલ નંબર મેળવી શ્રી સાઈ સર્વિસ તથા અક્ષત એન્ટરપ્રાઈઝ એ.સી સ્પેરપાર્ટ ડીલરના નામથી ડીલ નકકી કરી એડવાન્સ પેટે ગુગલ પેમાં નાણાં જમા કરાવી છેતરપીંડી આચરવામાં આવતી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે, લોકડાઉન બાદ ધંધો બંધ થઈ જતાં યુવકે આ ભેજાબાઝી શરૂ કરી હોવાનું પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે.

  ગોધરા રબ્બાની મહોલ્લામાં રહેતાં મોહમદ સફી કાશીમ ઉમરજીએ પોતાની સાથે થયેલી છેતરપીંડી અંગે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી. જે અંગે ગોધરા રેન્જ સાયબર ક્રાઈમ ટીમના પીઆઇ જે.એન.પરમાર સહિતની ટીમે હાથ ધરી પોલીસે ફરિયાદમાં જણાવ્યા મુજબના મોબાઈલ નંબર ૮૧૫૩૮૯૧૨૪૬ તથા ગુગલ પે નંબર ૮૧૪૦૦૧૭૩૯૨નું પોલીસ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવ્યું હતું.  વૈભવી દારૂની મહેફીલ, નીરવના ઘરે આલીશાન દારૂ બાર જોઈ પોલીસ પણ ચોંકી, સંતોષ ભરવાડ પણ ઝડપાયો

  વૈભવી દારૂની મહેફીલ, નીરવના ઘરે આલીશાન દારૂ બાર જોઈ પોલીસ પણ ચોંકી, સંતોષ ભરવાડ પણ ઝડપાયો

  આ દરમિયાન એ.સી રીપેરીંગના સ્પેરપાર્ટ આપવાના બહાને છેતરપીંડી કરનાર ઇસમ અમદાવાદ વેજલપુર ખાતે રહેતો સંદીપ તેજસિંહ ચૌહાણ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસની પુછપરછ કરતાં તેણે અરજદાર સાથે એ.સી રીપેરીંગના સ્પેરપાર્ટ આપવાના બહાને ગુગલ પે મારફતે ૩૫ હજાર મંગાવી પોતાની પાસે રાખ્યા હતા. વધુ પુછપરછ કરતાં જણાવ્યું હતું કે, પોતે એસી રીપેરીંગનો વ્યવસાય કરતો હતો. પરંતુ લોકડાઉન પછી કામધંધો બંધ થઇ જતાં શ્રી સાઇ સર્વિસ તથા અક્ષત એન્ટરપ્રાઇઝ એ.સી.સ્પેર પાર્ટ ડીલરના નામની એ.સી. રીપેરીંગ તથા સ્પેર પાર્ટ વેચાણ કરવા માટે સર્વિસ શરૂ કરી, ઓન લાઇન ખરીદ-વેચાણ માટે ઉપયોગમાં લેવાતી ઇન્ડીયા માર્ટ વેબસાઇટ પરથી ગ્રાહકોના નંબરો મેળવી, મોબાઇલ નંબર ૯૧૦૬૦૦૯૨૩૮ તથા ૮૧૫૩૮૯૧૨૪૬ થી ફોન સંપર્ક કરી ગ્રાહકો સાથે ડીલ કરી એ.સી. સ્પેર પાર્ટ આપવાના બહાને એડવાન્સ નાણા ગુગલ પે નંબર ૮૧૪૦૮૧૭૩૯૨ કે, જે નંબર બેંક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટ નંબર ૨૦૭૩૧૦૧૧૦૦૦૫૪૫૨, IFSC નંબર BKID0002073 સાથે લીંક હોય તેમાં ટ્રાન્સફર કરાવતો હતો.

  ઝડપાયેલા આરોપીએ રાજયના અલગ અલગ ગ્રાહકોએ ઇન્ડીયા માર્ટ વેબસાઇટ ઉપર ખરીદી માટે કરેલી ઇન્કવાયરીમાંથી નંબર મેળવી તેઓને એ.સી. રીપેરીંગના સ્પેરપાર્ટ તથા ગેસ આપવાના બહાને તેઓની પાસેથી એડવાન્સ પેટે નાણા ગુગલ પેથી મંગાવી છેતરપીંડી કરી હોવાની કબુલાત કરી છે. આરોપીએ હાલ ગ્રાહકો સાથે સંપર્ક કરવા માટે ઉપયોગમાં લીધેલા સીમ નંબર ૯૧૦૬૦૦૯૨૩૮ તથા ૮૧૫૩૮૯૧૨૪૬ બંધ કરી દીધા છે અને હાલમાં સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન છે. જેમાં નવા સીમકાર્ડ નં. (૧)૬૩૫૧૧૭૪૨૯૩ તથા (૨) ૯૫૩૭૩૫૩૭૮૮નો ઉપયોગ કરે છે. વળી જુના સીમકાર્ડ તોડી ફેંકી દીધા હોવાની કબૂલાત કરી છે. ગ્રાહકો દ્વારા જમા કરેલા નાણાં ભેજાબાઝ બેન્કમાંથી ઉપાડી પોતાની પાસે રાખતો અને અંગત ખર્ચાઓમાં વાપરતો હતો.
  Published by:kiran mehta
  First published:October 28, 2020, 21:42 pm

  ટૉપ ન્યૂઝ