Home /News /madhya-gujarat /

પંચમહાલના શિક્ષકને સત્યના માર્ગે ચાલવાથી મળ્યું સન્માન, મધ્યપ્રદેશમાં મળ્યો એવોર્ડ

પંચમહાલના શિક્ષકને સત્યના માર્ગે ચાલવાથી મળ્યું સન્માન, મધ્યપ્રદેશમાં મળ્યો એવોર્ડ

બાકરોલ

બાકરોલ પ્રાથમિક શાળાના શિક્ષકને મળ્યું સન્માન

Panchmahal News : બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતીષકુમાર પ્રજાપતિને ભોપાલ મધ્યપ્રદેશમાં બાપુ સેવા સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

    Panchmahal News : કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય સતીષકુમાર પ્રજાપતિને 'WAC PEOPLE COUNCIL & WORL AGAINST CORRUPTION સંસ્થા ભોપાલ (મ. પ્ર.) દ્વારા "મહાત્મા ગાંધી બાપુ એવોર્ડ" તથા Children brain Gym' એજ્યુકેશન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા "ઈન્ટરનેશનલ આઈકોન એવોર્ડ 2020" થી સન્માનિત કરવામાં આવેલ છે. જેઓના દ્વારા સામાજિક તથા શૈક્ષણિક કર્યોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી ઉત્તમ પ્રકારની સેવાઓ કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સંસ્થા દ્વારા નોંધ લેવામાં આવેલ છે. સાથે સાથે તેઓને મહાત્મા ગાંધીને પ્રિય એવો ચરખો તથા સન્માન પત્ર આપીને વ્યક્તિગત રીતે સન્માન કરવામાં આવેલ છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી વિજયભાઈ બજાજ તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહત્વનું સ્થાન ધરાવતા રાજીવ વર્માના હસ્તે આ એવોર્ડ આપવામાં આવેલ છે. સદર સેવાકીય કામગીરી બદલ સમગ્ર શિક્ષક સમાજમાં નોંધ લેવામાં આવી છે.
    First published:

    Tags: Education News, Madhya pradesh, Panchmahal, ગૂડ ન્યૂઝ, ભોપાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन