પંચમહાલઃ સાતમણા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત, 1નું મોત,1ને ઇજા

News18 Gujarati
Updated: May 11, 2018, 4:37 PM IST
પંચમહાલઃ સાતમણા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત, 1નું મોત,1ને ઇજા
પંચમહાલઃ સાતમણા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત, 1નું મોત,1ને ઇજા.

  • Share this:
પંચમહાલઃ કાલોલના સાતમણા ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના બની છે. બે બાઇક સામસામે ટકરાતાં મહિલાનું બાજુમાં પસાર થતી કેનાલમાં પડવાથી મોત થયું છે તેમ જ મહિલાના પતિને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાના પતિને સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બાઇક પર દંપતી જઈ રહ્યું હતું ત્યારે અકસ્માતની ઘટના બની હતી.

મળતી વધુ વિગત મુજબ, ગુજરાતમાં શહેર-ગામડાંના વિસ્તારોમાં દિવસે દિવસે અકસ્માતોમાં વધારો થતો જાય છે. 80 ટકા અકસ્માતો તો ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન ન થતું હોવાથી થતા હોય છે. હમણાં બે દિવસે પહેલાં જ ગુજરાતના ડે. CM નીતિન પટેલે જાહેરાત કરી હતી કે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે એ માટે તે વ્યક્તિ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં રૂ. 50.000 સુધીના ખર્ચ સુધી કોઈ પણ પૈસા આપ્યા વગર સારવાર કરાવી શકશે. ગુજરાત માટે આ સમાચાર ખૂબ મહત્તવ ધરાવે છે, કારણ કે અહીં અકસ્માતનું પ્રમાણ વધુ છે. આજે પંચમહાલના કાલોલના સાતમણા ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર દંપતીમાંથી મહિલા ઊછળી બાજુમાંથી પસાર થતી કેનાલમાં પડી ગઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિને વધુ ઇજા થઈ હતી.

ઇજાગ્રસ્તને સારવાર માટે 108 દ્વારા ગોધરા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે.

First published: May 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com