પંચમહાલઃ બાળકીઓ પર દુષ્કર્મને લઈ કોંગ્રેસ માઈનોરિટી સેલ દ્વારા રેલી કઢાઈ

News18 Gujarati
Updated: April 20, 2018, 3:22 PM IST
પંચમહાલઃ બાળકીઓ પર દુષ્કર્મને લઈ કોંગ્રેસ માઈનોરિટી સેલ દ્વારા રેલી કઢાઈ
પંચમહાલઃ બાળકીઓ પર દુષ્કર્મને લઈ કોંગ્રેસ માઈનોરિટી સેલ દ્વારા રેલી કઢાઈ.
News18 Gujarati
Updated: April 20, 2018, 3:22 PM IST
પંચમહાલઃ કંઠવા, ઉન્નવ, સુરતમાં માસૂમ બાળા પર બળાત્કાર અને હત્યાને પગલે કોંગ્રેસ માઈનોરિટી સેલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એકઠા થયેલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. આવા ગુનેગારોને સખતમાં સખત સજા કરવા માટે તેમણે બેનરો સાથે રેલી કાઢી હતી.

મળતી વધુ વિગત મુજબ, રાજ્ય તેમ જ દેશમાં બાળકીઓ સાથે વધી રહેલા દુષ્કર્મને લઈ લોકો વ્યથિત છે. એમાંય ગુજરાતના સુરતમાં, યુપીના ઉન્નવમાં, જમ્મુ-કાશ્મીરના કઠુવામાં બાળકી સાથે બનેલા દુષ્કર્મને લઈ દેશમાં ચારેબાજુ વિરોધ તેમ જ આક્રોશ વ્યાપી રહ્યો છે. લોકોની ધરજ હવે ખૂટી ગઈ લાગે છે, કારણ કે આવી ઘટનાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે, જે અટકવાનું નામ લેતો નથી. બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારાઓને કડકમાં કડક સજા મળે એ માટે ગુજરાતના પંચમહાલમાં આજે કોંગ્રેસ માઈનોરિટી સેલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત મુસ્લિમ સમાજે આવા આરોપીઓને કડક સજા મળે એવા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે માગ કરી હતી, આને માટે પંચમહાલ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

બાળકીઓ પર વધી રહેલા ગુનોઓ માટે કડકમાં કડક સજાનો અમલ નહિ થાય ત્યાં સુધી આવી ઘટનાઓ દેશના દરેક શહેર, ગામડા, વિસ્તારમાં બનતી જોઈ શકાશે. દેશના ન્યાયતંત્રમાં કડક સજાની જોગવાઈ કરવી જોઈએ, જેથી કોઈ શખસ ગુનો કરતા સો વખત વિચારશે.
First published: April 20, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...