Home /News /madhya-gujarat /

ગોઘરા: દિવાલો પર નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પત્રીકાઓ ચોટાડવામાં આવતા માહોલ ગરમાયો

ગોઘરા: દિવાલો પર નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પત્રીકાઓ ચોટાડવામાં આવતા માહોલ ગરમાયો

પંચમહાલ

પંચમહાલ જિલ્લાની આપને અસર કરતી તમામ ખબરો...

પત્રીકા માં લખવામા આવ્યુ છે કે ગોધરા નગર પાલિકાની એલઇડી સ્ટ્રીટ લાઈટ બંધ,એક કરોડ બે લાખના કામો ...

    ગોધરા: શહેરમાં આવેલા અટલ ઉદ્યાન ની દિવાલો પર નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પત્રીકાઓ કોઇના દ્વારા ચોટાડવામાં આવતા માહોલમાં ગરમાવો જોવા મળ્યો છે. પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા બસ સ્ટેશન પાસે અટલ ઉદ્યાન આવેલો છે.ઉદ્યાનની દીવાલો પર ચોંટાડવામાં આવેલી પત્રીકાઓથી ગોધરા શહેરમાં રાજકારણ ગરમાયું છે.પત્રીકા માં લખવામા આવ્યુ છે કે ગોધરા નગર પાલિકાની એલઇડી સ્ટ્રીટ લાઈટ બંધ,એક કરોડ બે લાખના કામો બંધ,અંધેર વહીવટથી પ્રજાને પરેશાન, તેમજ સફાઈ કામદારોના ઈપીએફ ના નાણાની ઉચાપત, શહેરા ભાગોડના ૨૫ લાખના ખર્ચે બનેલ રોડ એક મહિનામાં તૂટી ગયેલ, ડેન્ગ્યુ મેલેરિયા રોકવા દવા છંટકાવ કરવામાં નિષ્ફળ, જેવાં લખાણો વાળી પત્રિકાઓ ચોટાડવામા આવી છે. ગોધરા નગર પાલિકાના વહીવટ સામે અનેક સવાલો પણ ઉભા થયા છે.પણ હવે જોવાનું એ છે કે તંત્ર આ તરફ ધ્યાન દોરે છે કે કેમ...
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Godhra news, ગોધરા, પંચમહાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन