Home /News /madhya-gujarat /રમશે ગુજરાત જીતશે ગુજરાત: પંચમહાલના ગોધરામાં ઓલિમ્પિક લેવલનું બન્યું ‘સ્પોર્ટ્સ સંકુલ’

રમશે ગુજરાત જીતશે ગુજરાત: પંચમહાલના ગોધરામાં ઓલિમ્પિક લેવલનું બન્યું ‘સ્પોર્ટ્સ સંકુલ’

સ્પોર્ટ્સ

સ્પોર્ટ્સ સંકુલ, ગોધરા

ગુજરાતના (Gujarat) નારાઓ હાલના સમયમાં સાંભળવા મળી રહ્યા છે ત્યારે પંચમહાલ (Panchmahal) જિલ્લામાં એકમાત્ર ઓલમ્પિક્સ સ્ટાઈલ નું રમત ગમત સંકુલ એટલે સ્પોર્ટ્સ સંકુલ ગોધરા (Sports Complex Godhra), જેની આજે આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ.

વધુ જુઓ ...
    શિવમ પુરોહિત, પંચમહાલ: રમશે ગુજરાત જીતશે ગુજરાતના (Gujarat) નારાઓ હાલના સમયમાં સાંભળવા મળી રહ્યા છે ત્યારે પંચમહાલ (Panchmahal) જિલ્લામાં એકમાત્ર ઓલમ્પિક્સ સ્ટાઈલ નું રમત ગમત સંકુલ એટલે સ્પોર્ટ્સ સંકુલ ગોધરા (Sports Complex Godhra), જેની આજે આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ. ગોધરાના સ્પોર્ટ્સ સંકુલ ખાતે અનેક ઇન્ડોર તેમજ આઉટડોર ગેમ્સની (Game) સુવિધાઓ સાથે હોસ્ટેલની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે જેણે અત્યાર સુધી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર કર્યા છે. તેમજ ગત ખેલ મહાકુંભમાં 13માં સ્થાને રહેલો પંચમહાલ જીલ્લો આ વર્ષે વધુ સારું પ્રદર્શન કરવાની ઝંખના ધરાવે છે તે બાબતે ગોધરા સ્પોર્ટ્સ સંકુલના સીનીયર કોચ પ્રતાપ પસાયા સાથે વાતચીત કરવામાં આવી હતી.

    સીનીયર કોચ પ્રતાપ પસાયાએ જણાવ્યું હતું કે, રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઓનલાઈન રજીસ્ટ્રેશન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ 18 ફેબ્રુઆરીના રોજ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં 29 કરતાં વધારે રમતોમાં પંચમહાલ જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે સૂચન કરવામાં આવ્યું છે. તેના માટે પંચમહાલ જિલ્લાની શાળા, કોલેજો, પોલીસ વિભાગ તેમજ એનજીઓ જેવી તમામ સંસ્થાઓ જે રમત ગમત પ્રત્યે રુચિ ધરાવે છે તેઓને સાથે રાખીને આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચો: ડોક્ટરોની હડતાળ સમાપ્ત: અમદાવાદ સોલા સિવિલના દર્દીઓ હવે અસારવા સિવિલ શિફ્ટ થશે 

    તેમજ તેમણે ઉમેર્યું કે અગાઉના વર્ષે ખેલ મહાકુંભમાં પંચમહાલ જિલ્લામાં ૧ લાખ જેટલા રજિસ્ટ્રેશનનો થયા હતા તેમજ મેડલ ટેલી માં પંચમહાલ જીલ્લો ૧૩મા ક્રમે આવ્યો હતો. તેમજ આ વર્ષે પણ એક લાખ કરતા વધુ ખેલાડીઓ, મેમ્બરો તેમજ નગરજનો રમત-ગમતમાં ભાગ લે તે માટે પ્રયત્ન કરશે. તેમજ કોચના પ્રયાસોથી તેમજ ખેલાડીઓના પ્રદર્શનથી વધુમાં વધુ મેડલ મેળવે તેવા પ્રયત્નો પણ કરવામાં આવશે.

    આ પણ વાંચો: ધો. 12ના વિધાર્થીની 2 માર્ચે પ્રેક્ટિકલ પરીક્ષા: જાણો વિદ્યાર્થી કેવી રીતે મેળવી શકશે હોલ

    સાથે સાથે આ એક જ એવું પંચમહાલ જિલ્લામાં ઓલમ્પિક સ્ટાઇલનું સ્પોર્ટ્સ સંકુલ છે જે સિન્થેટીક ટ્રેક, સ્વિમિંગ પૂલ બાસ્કેટબોલ કોર્ટ, volleyball court તેમજ ઇન્ડર હોલ ની સુવિધા ધરાવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય લેવલે મેડલ મેળવનાર કિરણ ટાંક અત્યારે સ્વિમિંગ ની તાલીમ આપે છે, એ સીવાય ખોખો માં પણ પંચમહાલ જિલ્લાનો દબદબો યથાવત છે. તેમજ આવનારા સમયમાં સરકારી, પોલીસ ની ભરતીમાં ખેલમહાકુંભ નું આગવું મહત્ત્વ રહેલું હોય મહત્તમ ખેલાડી ઓને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
    " isDesktop="true" id="1182430" >

    તેમજ ઓલિમ્પિક સ્ટાઇલ નું આ સ્પોર્ટ્સ સંકુલ ગોધરા ખાતે નગરજનો માટે પણ જે રમત ગમત પ્રત્યે રુચિ ધરાવે તેવા લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે જ્યાં મેમ્બર બનવા માટે નું ફોર્મ સ્પોર્ટ્સ સંકુલ ગોધરા ખાતે થી જ મેળવી શકાશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन