Home /News /madhya-gujarat /

મંત્રી પદ માટે હવે જેઠા ભરવાડ નારાજ કે સમર્થકો...?

મંત્રી પદ માટે હવે જેઠા ભરવાડ નારાજ કે સમર્થકો...?

સૌપ્રથમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નારાજગી દર્શાવી વિરોધ કર્યો હતો...

સૌપ્રથમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નારાજગી દર્શાવી વિરોધ કર્યો હતો...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતી સાથે ભાજપે સરકાર તો બનાવી લીધી પરંતુ અંદરો-અંદર મંત્રી પદની નારાજગી ભાજપ માટે એક પછી એક મુશ્કેલી લઈ આવી રહી છે. હવે પંચમહાલથી ભાજપ માટે માઠા સમચાર મળી રહ્યા છે. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈને મંત્રી પદ ન મળતા તેમના સમર્થક કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

મળતી માહિતી મુજબ, આજે પંચમહાલના શહેરા ખાતે જેઠાભાઈ ભરવાડના સમર્થકોએ તેમને મંત્રી પદ ન મળતા નારાજગી દર્શાવી છે. આજે કાર્યકરોએ રોષ સાથે કાર્યાલય પહોંચી વિરોધ પ્રદર્શન કરી જેઠાભાઈ ભરવાડને પણ મંત્રી પદ સોંપવામાં આવે તેવી માંગ કરી છે.

શું કહ્યું ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે
ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનો આ મુદ્દે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, મને મંત્રી પદ નથી મળ્યું તે મુદ્દે હું નારાજ છું એવું નથી, પરંતુ મારા સમર્થકો નારાજ છે. મે કોઈ વિરોધ કરવા નથી કહ્યું, કે હું નારાજ નથી.

કોણ છે જેઠાભાઈ ભરવાડ
જેઠાભાઈ ભરવાડ પંચમહાલના શહેરાથી ધારાસભ્ય છે, જેઠાભાઈ ભરવાડ છેલ્લા પાંચ વર્ષથી સતત આ બેઠક પર ભાજપ તરફથી જીત મેળવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા મંત્રી મંડળની જાહેરાત થયા બાદ ભાજપની મુશ્કેલી વધી રહી છે. મંત્રી પદની ફાળવણી કર્યા બાદ સૌપ્રથમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નારાજગી દર્શાવી વિરોધ કર્યો હતો, આ નારાજગીને મહા મુશીબતે દુર કરી, એવામાં મંત્રી પુરૂષોત્તમ સોલંકીએ પણ પોતાને વગદાર ખાતુ ફાળવવામાં નથી આવતું તેમ કહી નારાજગી વ્યક્ત કરી છે. એવામાં હવે શહેરાથી ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના સમર્થકોએ વિરોધ શરૂ કરતા ભાજપની નવા વર્ષમાં મુશ્કેલી વધી રહી છે.
First published:

Tags: Assembly Election2017, ભાજપ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन