NIAએ ISI એજન્ટની કરી ધરપકડ, ગોધરામાં રહીને પાકિસ્તાન માટે કરતો હતો જાસૂસી

News18 Gujarati
Updated: September 15, 2020, 2:02 PM IST
NIAએ ISI એજન્ટની કરી ધરપકડ, ગોધરામાં રહીને પાકિસ્તાન માટે કરતો હતો જાસૂસી
ગિટેલી ઇમરાનની તસવીર

  • Share this:
એનઆઈએએ (NIA) સોમવારે પાકિસ્તાન માટે જાસૂસી કરનારા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિનું નામ ગિટેલી ઇમરાન (Giteli Imran) છે જે ગોધરાનો (Godhra) રહેવાસી છે. ઇમરાન પર પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ (Pakistan ISI) માટે કામ કરવાનો અને જાસૂસી કરવાનો આરોપ છે. તપાસ એજન્સીઓએ આ અંગેની જાણકારી આપી છે. આ વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો (Visakhapatnam naval spy ring case) મુખ્ય આરોપી છે. ઇમરાન યાકુબ ગિતેલી ગોધરાનો રિક્ષાચાલક છે અને તેનાં સગાં પાકિસ્તામાં જ રહેતાં હોવાનું જાણવા મળ્યું છે.

એનઆઈએના જણાવ્યાં પ્રમાણે, આ મામલો એક આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટ સાથે સંબંધિત છે જેમાં પાકિસ્તાન સ્થિત જાસૂસોને ભારતમાં એજન્ટોની ભરતી કરી છે. જેનું કામ ભારતીય નૌસેનાના જહાજો અને પનડુબ્બીઓની આવનજાવન અને રક્ષા પ્રતિષ્ઠાનોના લોકેશન અંગે સંવેદનશીલ અને વર્ગીકૃત જાણકારી ભેગી કરવાનું છે. આ ભેગી કરાયેલી તમામ જાણકારીને પાકિસ્તાન મોકલવામાં આવે છે. એજન્સીએ જણાવ્યું કે, આ મામલામાં આગળની તપાસ ચાલુ છે.

NIA પાસેથી મળતી માહિતી પ્રમાણે, 37 વર્ષના ગિટેલી ઇમરાન પંચમહાલના ગોધરાનો રહેવાસી છે.



આ વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો મુખ્ય આરોપી છે. જેને એનઆઈએએ 14મી નવેમ્બરના રોજ ઝડપી પાડ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: September 15, 2020, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading