ગોધરા, પંચમહાલ: પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (godhra) શહેરમાં આવેલી જૈન સમ્રાટ સોસાયટી માં રહિશનાં ઘરે રાત્રીના સમયે તાળું જોઇ તસ્કરો 5,45,000 રૂપિયાની મતા ચોરી (stolen) ગયા હતા. જૈન સમ્રાટ સોસાયટીમાં રહેતા જયેશભાઈ ભરતભાઈ પરમાર પરીવાર સાથે દાહોદ લગ્ન પ્રસંગે ગયા હોવાથી ઘરે તાળું મારી ને ગયાં હતાં. જેનો ફાયદો ઉઠાવી તસ્કરો (thieves) એ ચોરી ને અંજામ આપ્યો હતો. જયેશભાઈને પાડોશી નો ફોન આવતાં તરત જ લગ્ન પ્રસંગેથી દોડી આવ્યા હતા અને આવીને જોયું તો તાળું તોડીને ઘરમાંથી 5,45,000 રૂપિયા નાં સોના ચાંદી (gold- silver) ની રકમો તેમજ કેટલીક રોકડ રકમ ગાયબ થઈ ગઈ હતી.
ઘટના માં ફરીયાદી અને ઘર માલીક જયેશભાઈ ભરતભાઈ પરમાર નાં જણાવ્યા અનુસાર તેઓ ૧૯ તારીખે સાંજે ૮ વાગ્યા ની આસપાસ તેમની પત્ની, બાળકો તથા માતા પિતા સાથે ઘરે તાળું મારી ને પોતાની ગાડી લઈને દાહોદ તેમના માસીનાં ઘરે લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે તેમને રાતનાં ૩ વાગ્યાની આસપાસ તેમના ઘરની સામે રહેતા નિમેશભાઈ નો ફોન આવ્યો કે તમારા ઘર નું તાળું તુટેલું છે.
તેવું મને જાણ થતાંની સાથે હું મારા પરીવાર સાથે સીધો પરત ગોધરા આવવા નીકળી ગયો હતો. અને ઘરે આવીને જોયું તો ઘરના મુખ્ય દરવાજાની ઉપર જે તાળું માર્યું હતું તેનો નકૂચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ ઘરમાં પ્રવેશ કરીને જોયું ત્યાં ઘરના બીજા રૂમમાં જ્યાં તીજોરી મૂકી હતી તે તીજોરી પણ ખૂલ્લી હાલતમાં જોવા મળી હતી તેમજ તીજોરી નો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.
તીજોરીમાં તપાસ કરતાં તેમાંથી 35 નંગ સોનાના સિક્કા જેની કિંમત 1,70,800 રૂપિયા થાય છે તથા એક લાખ રોકડા, સોનાની લકી આશરે બે તોલાની જેની કિંમત 1,17,000 રૂપિયા, સોનાની બે નંગ વીંટી આશરે ૨૦ ગ્રામ ની આસપાસ જેની કિંમત રૂપિયા 95000 રૂપિયા તથા ચાંદીના 40 નંગ સિક્કા આશરે ૧૦ ગ્રામ ની આસપાસ ના હતા જેની કિંમત રૂપિયા 62,300 રૂપિયા ની વસ્તુઓ તથા રોકડ જે તિજોરીમાં મૂકેલી હતી તે તપાસ કરતાં મળી આવી નહીં.
તેથી કુલ કિંમત રૂપિયા 5,45,100 ની મતા ચોરો દ્વારા બંધનનો રાત્રિના અંધારામાં ફાયદો ઉઠાવી ઉઠાંતરી કરવામાં આવી હતી. જેને લઇને જયેશભાઈ દ્વારા ગોધરાના એ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઇને ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર