સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી વિવાદ, પુત્રએ ભત્રીજા પર હથિયારથી કર્યો હુમલો

News18 Gujarati
Updated: November 16, 2018, 2:47 PM IST
સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી વિવાદ, પુત્રએ ભત્રીજા પર હથિયારથી કર્યો હુમલો
પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ અને તેમનો પરિવાર ફરી એકવાર વિવાદમાં સપડાયો

ઇજાગ્રસ્ત ધારાસભ્યના પુત્ર સુનીલ ચૌહાણે સાંસદ પુત્ર ઉમેશ ચૌહાણ સહિત અન્ય 3 વ્યક્તિઓવિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

  • Share this:
પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ અને તેમનો પરિવાર ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. સાંસદ પ્રભાતસિંહના પુત્ર ઉમેશ ચૌહાણે કાલોલના ધારાસભ્ય સુમન બેન ચૌહાણના પુત્ર સુનીલ ચૌહાણ પર હથિયારથી હુમલા કર્યો હતો. સુમન ચૌહાણ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુ છે. આમ કાકાએ ભત્રીજા ઉપર હુમલો કર્યાની ઘટના બની છે.

આ હુમલો રેતીના વેપારના કારણે અંદરોઅંદરની અદાવતના લઈને થયો હોવાનું કહેવાય છે. ઇજાગ્રસ્ત ધારાસભ્યના પુત્ર સુનીલ ચૌહાણે સાંસદ પુત્ર ઉમેશ ચૌહાણ સહિત અન્ય 3 વ્યક્તિઓવિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં સાંસદ પુત્ર સહિતના 4 વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરી સોનાની ચેઈન અને રોકડ સહિત 55000 ની લૂંટ કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે હુમલો કરનાર ઉમેશ ચૌહાણનો સુનિલ ચૌહાણ ભત્રીજો છે.

આ પણ વાંચો - વડોદરાઃ યુવતીએ પ્રેમી સાથે ફોનમાં વાત કરતાં કરતાં કર્યો આપઘાત

સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ વિવાદ અને પોતાના નિવેદનોના કારણે ઘણા ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેમણે દાવો કર્યો હતો કે આગામી 2019ની લોકસભાની ટિકિટની નહીં 2024-અને 2029માં પણ તેમને જ ટિકિટ મળશે. તેમણે આગામી 30 એપ્રિલ 2019 ના રોજ લોકસભા ચૂંટણી યોજાશે તેવી જાહેરાત પણ કરી દીધી હતી.
First published: November 16, 2018, 2:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading