કાલોલ: પહેલા પતિ સાથે સંબંધની શંકાએ સાસુ અને નણંદે પરિણીતા પર કર્યો એસિડ એટેક

કાલોલ: પહેલા પતિ સાથે સંબંધની શંકાએ સાસુ અને નણંદે પરિણીતા પર કર્યો એસિડ એટેક
પ્રતીકાત્મક તસવીર

યુવતીએ પોતાના ઉપર થયેલા હુમલા અંગે કોઈની સામે કાર્યવાહી નહિં કરવાનું જણાવતાં અભયમ ટીમે યુવતીને તેના પિતાને સુપરત કરી હતી.

 • Share this:
  રાજેશ જોષી, પંચમહાલ : કાલોલ બસ ડેપો પાસે એસિડ એટેકથી દાઝી ગયેલી મહિલાને અભયમ 181 હેલ્પલાઇન ટીમે દોડી જઇ સારવાર અપાવી હતી. યુવતીના એક સ્થળેથી છૂટાછેડા લઈ બીજા લગ્ન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અગાઉના પતિ સાથે સબંધ હોવાના વહેમ રાખી તેણીના સાસુ અને નંણદે ઝગડો કર્યો હતો. જે બાદ યુવતી ઉપર એસિડ ફેંકતા યુવતી પગના ભાગે દાઝી ગઈ હતી.જોકે, યુવતીએ પોતાના ઉપર થયેલા હુમલા અંગે કોઈની સામે કાર્યવાહી નહિં કરવાનું જણાવતાં અભયમ ટીમે યુવતીને તેના પિતાને સુપરત કરી હતી.

  કાલોલ પંથકમાં રહેતાં નિશાબેનના ( નામ બદલેલ છે ) લગ્નમાં કોઈ કારણસર છૂટાછેડા થયા હતા. જેથી તેઓના પુનલગ્ન સામાજિક રીત રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. પરંતુ યુવતી અગાઉના પતિ સાથે હાલમાં પણ સંબધ રાખે છે તેવી શંકાને આધારે તેઓને ઘરમાં અવાર નવાર ઝગડા થતા હતા. દરમિયાન રવિવારે સાંજે યુવતી કાલોલ નીકળી હતી.  World Braille Day: જૂનાગઢના આશિષભાઇ છે દેશના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ CA, હાલ છે બેંકના ચેરમેન

  ગુજરાતમાં ત્રણ દિવસ માટે સંઘની સમન્વય બેઠક યોજાશે, મોહન ભાગવત સાથે જે.પી નડ્ડા પણ રહેશે હાજર

  આ દરમિયાન તેમની નણંદ મળી જતા બંને વચ્ચે ઝગડો થયો હતો. જે બાદ યુવતીના સાસુએ પણ ઝગડો શરૂ કર્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલી સાસુ અને નણંદએ એસિડ ફેંકતા યુવતીના શરીર ઉપર થોડા છાંટા પડ્યા હતા. પરંતુ પગમાં વધુ પ્રવાહી પડતા તેઓ સખત રીતે દાઝી ગયા હતા.

  જેથી તેઓએ મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી હતી. જેથી ટીમે સૌ પ્રથમ 108 એમ્બ્યુલન્સ મોકલી નજીકની રેફરલ હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. ત્યારબાદ અભયમ રેસ્ક્યુ વાન ગોધરા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હુમલો કરનાર સામે કાર્યવાહી કરવા બાબતે યુવતીની પૂછપરછ કરતાં યુવતી એ કોઈ કાર્યવાહી કરવી નથી એવું જણાવતાં પરણિતાને તેના પિતાને સોંપવામાં આવી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:January 04, 2021, 14:40 pm

  ટૉપ ન્યૂઝ