Home /News /madhya-gujarat /આ MLA પર લાગ્યા ગંભીર આક્ષેપ, ચીટિંગ કરીને નોંધાવી ઉમેદવારી!

આ MLA પર લાગ્યા ગંભીર આક્ષેપ, ચીટિંગ કરીને નોંધાવી ઉમેદવારી!

  પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે આજે સ્થાનિક આદિવાસીઓ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે મોરવા હડફના હાલમાં ચુટાયેલા ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ખોટું છે .

  વી.ઓ : આજ રોજ મોરવા હડફ તાલુકાના મોરા ગામથી મોરવા હડફ સુધી સ્થાનિક આદિવાસી અગ્રણીઓની આગેવાનીમાં એક આદિવાસી અધિકાર મહારેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી જોડાયા હતા. તેમજ તેઓએ મોરવા હડફ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આદિવાસી અગ્રણીઓ દ્વારા કહેવામાં આવ્યું કે, હાલમાં જ વિજેતા થયેલા અને મોરવા હડફના ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટ દ્વારા ચૂંટણીમાં જે આદિવાસી હોવાનું પ્રમાણપત્ર રજુ કર્યું છે તે નકલી છે. તેઓ બક્ષી પંચ સમાજના હોવા છતાં પણ સરકાર પાસે પોતે આદિવાસી હોવાના ખોટા દસ્તાવેજો રજુ કરીને આદિવાસીનું પ્રમાણપત્ર મેળવ્યું છે.

  તે ઉપરાંત આદિવાસી અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, તેમના દ્વારા ખોટા પેઢીનામાં બનાવીને આદિવાસીનું પ્રમાણ પત્ર મેળવી આ વખતે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોધાવી હતી અને વિજેતા પણ થયા છે. આદિવાસી સમાજે ભુપેન્દ્ર ખાંટ દ્રારા રજૂ કરાયેલ આદિવાસીનું પ્રમાણપત્ર જ નકલી હોવાના કારણે ધારાસભ્ય પદ પરથી દુર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. વધુમાં આદિવાસી સમાજના આગેવાનોએ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી .

  જોકે આ સમગ્ર મામલે ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા હોવાથી અન્ય પક્ષો દ્વારા આ પ્રકારના ખોટા આક્ષેપો તેમની પર કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે . વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો મારું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ખોટું જ હોત તો મારા માતા ૨૦૧૨ની વિધાનસભામાં ઉમેદવાર તરીકે હોત જ નહિ જયારે તેઓ ચૂંટણી લડ્યા પણ હતા અને વિજય પણ મેળવ્યો હતો.

  વધુ જણાવતા તેમને ઉમેર્યું કે, 2013ની પેટા ચૂંટણીમાં પણ મેં વિધાનસભની ચૂંટણી લડી હતી અને 2017માં પણ એજ પ્રમાણપત્રના આધારે હું ચૂંટણી લડ્યો છું અને વિજેતા બન્યો છું. આમ અન્ય પક્ષો દ્વારા લગાવેલા આક્ષેપો તદ્દન ખોટા હોવાનું જણાવ્યું હતું . ત્યારે હવે તે જોવાનું રહ્યું કે આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલી માંગને લઈને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે .
  First published:

  Tags: Gujarat assembly election 2017, Panchmahal, ગુજરાત ચૂંટણી