Home /News /madhya-gujarat /પાવાગઢ ખાતે આઠમ નિમિત્તે સવારથી એક લાખથી વધુ માઈભક્તો ઉમટયાં...

પાવાગઢ ખાતે આઠમ નિમિત્તે સવારથી એક લાખથી વધુ માઈભક્તો ઉમટયાં...

પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર

Pavagadh viral video: આજે વહેલી સવારથી ભાવિક ભકતોનુ ઘોડાપુર મહાકાલીના (Mahakali mata) દર્શન માટે ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થીઓના સગવડ માટે પાવાગઢ બસ સ્ટેશનથી (pavagadh bus stand) માંચી સુધી જવા એસ.ટી. તંત્ર દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વધુ જુઓ ...
પંચમહાલ: પંચમહાલ (panchmahal) જીલ્લાના હાલોલ તાલુકાના (Halol news) પાવાગઢ ખાતે (Pavagadh) ભારતના બાવન પૈકી એક શક્તિપીઠ પાવાગઢ ખાતે આવેલુ છે.અને એક ઉંચા પર્વત ઉપર મહાકાલી માતાનુ મંદિર ઉપર માં મહાકાળી માતાજી બિરાજમાન છે.અહી આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીનું અનેરૂ મહત્વ હોય છે. આજે આસો નવરાત્રિ આઠમના દિવસે પણ દર્શનનો અનેરો મહાત્મય છે. ત્યારે આજે વહેલી સવારથી ભાવિક ભકતોનુ ઘોડાપુર મહાકાલીના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થીઓના સગવડ માટે પાવાગઢ બસ સ્ટેશન થી માંચી સુધી જવા એસ.ટી.તંત્ર દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આસો નવરાત્રી પર્વમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રિના આઠમે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું અંદાજીત એક લાખથી વધુ માઈભક્તો માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા હાલમાં ચાલી રહેલી આસો નવરાત્રિ પર્વ નિમિત્તે યાત્રાધામ પાવાગઢ ખાતે રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે આજે આઠમના દિવસને લઈ ગત મોડી રાત્રિથી જ ભક્તોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો નવરાત્રી દરમિયાન ગુજરાત રાજ્ય સિવાય મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી વગેરે રાજ્યોમાંથી મોટી સંખ્યામાં માઇ ભકતો દર્શનાર્થે આવે છે.

ભક્તોનો પ્રવાહ મોડી રાત્રિથી જ મોટી સંખ્યામાં અવિરત ચાલુ થઈ જતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા માતાજીનાં મંદિરનો નિજ દ્વાર રાત્રિના સુમારે ખુલ્લો મુકાયો હતો મંદિરના મુખ્ય દરવાજા ખુલતાની સાથે જ જય માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું આજે આઠમ હોવાથી મંદિર પરિસરમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો જેનો દરેક દર્શનાર્થેઓએ લાભ લીધો હતો.

જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ દ્વારા પાવાગઢ ખાતે નવરાત્રીની આઠમ નિમિત્તે પોલીસ અધિકારીઓ સહિત ૫૦૦ ઉપરાંત પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પોઇન્ટ ઉપર શ્રધ્ધાળુઓની અવર જવરની વિડિયોગ્રાફી કરવામાં આવશે અને તે રીતે પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવશે આ ઉપરાંત ગોધરા એસ.ટી વિભાગ ના વિભાગીય નિયામક બી આર ડીડોર દ્વારા આઠમ ને ધ્યાનમાં રાખી એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
First published:

Tags: Navratri, Panchmahal News