panchmahal: હાલોલ નગર પાલિકામા (Halol corporation) છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્વ ભંડોળ ના અને ગ્રાન્ટના કામોમા થયેલ ભ્રષ્ટાચારની (Corruption) તપાસ પ્રાદેશિક કમિશ્નરે હાથ ધર્યા બાદ હાલોલ નગર પાલિકાના વહીવટ મા હાલોલ નગર પાલિકાને થયેલા નુકસાન બદલ કાર્યપાલ ઇજનરે નોટિસ આપતા હાલોલ નગર પાલિકા સત્તાધીશોમા દોડધામ મચી જવા પામી હતી.તારીખ ૧૩/ ૧૨ ના રોજપ્રાદેશિક કમિશ્નર ની રાખેલ સુનાવણી પૂર્વ હાલોલ માં ગતરોજ સામાન્ય સભા મળી હતી. જોકે સામાન્ય સભા ની શરૂઆત પહેલા જ હાલોલ નગર પાલિકા પાસે પોલીસ નો કાફલો ગોઠવી દેવાયો હતો.સામાન્ય સભા ખંડમા પત્રકારો ને કવરેજ કરવા પર પણ પ્રતિબંધ કરી દેવાયો હતો સામાન્ય સભા માં તમામ ચુંટાયેલા સભ્યો ના મોબાઇલ પણ પ્રતિબંધ કરાયો હતો.
ત્યારે સવાલો થયા છે કે જો પાલિકા એ સ્વચ્છ વહીવટ કર્યો હોય અને ભ્રષ્ટાચાર ના કર્યો હોય તો સામાન્ય સભા મા સભ્યો ના મોબાઇલ પર પણ પ્રતિબંધ કેમ ? પોલીસ બંદોબસ્ત કેમ ?આ બાબતે વિરોધ પક્ષ ના નેતાએ જુઓ શુ કહ્યુ....
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર