પરપ્રાંતિયો પર હુમલાઃ હાલોલ GIDC વિસ્તારમાં ફેક્ટરીમાં ઘૂસ્યું ટોળું

News18 Gujarati
Updated: October 8, 2018, 11:50 AM IST
પરપ્રાંતિયો પર હુમલાઃ હાલોલ GIDC વિસ્તારમાં ફેક્ટરીમાં ઘૂસ્યું ટોળું
સીસીટીવી ફૂટેજ સ્ક્રિનશોટ

રવિવાર સુધી રાજ્યમાં યુપી અને બિહારના લોકો પર 42 જેટલા હુમલાના બનાવો સામે આવ્યા છે. આ મામલે અત્યાર સુધી 342 લોકોની અટકાયત કરવામાં આવી ચુકી છે.

  • Share this:
હાલોલઃ હિંમતનગરના ઢુંઢર ખાતે આવેલી સિરામિકની ફેક્ટરી ઓરેકલના એક મજૂરે દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ રાજ્યમાં ઠેરઠેર પરપ્રાંતિયો સામે લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. રવિવાર સુધી રાજ્યમાં યુપી અને બિહારના લોકો પર 42 જેટલા હુમલાના બનાવો સામે આવ્યા છે. આ મામલે અત્યાર સુધી 342 લોકોની અટકાયત કરવામાં આવી ચુકી છે. હાલોલ ખાતે રવિવારે રાત્રે પરપ્રાંતિયોને ફેક્ટરીમાંથી બહાર કાઢવા માટે એક ટોળું ઘૂસી ગયું હતું. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ ગાંધીનગરના ઉવારસદ ગામ ખાતે પરપ્રાંતિયોને ધમકી આપતો એક વીડિયો વાયરલ થયો હતો. જે મામલે પોલીસે તપાસના આદેશ કર્યા છે.

પરપ્રાંતિયોને ગુજરાત છોડી જવાની ચીમકી

હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાં રાત્રે લોકોનું ટોળું ધસી ગયું હતું. આ સમયે પરપ્રાંતિયો ફેક્ટરીમાં ઉંઘી રહ્યા હતા. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે પરપ્રાંતિયો તેમજ કારખાનાના માલિકની ફરિયાદ પ્રમાણે ટોળાએ યુપી અને બિહારના લોકોને ગુજરાત છોડી જવાની ચીમકી આપી હતી.

આ પણ વાંચોઃ 'પરપ્રાંતિયોને કાઢી મૂકો': મહેસાણામાં ટોળાનો આતંક

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ફેક્ટરીનો દરવાજો કૂદીને એક પછી એક લોકો અંદર આવી રહ્યા છે. આ સમયે ફેક્ટરીની અંદર અમુક લોકો ઉંઘી રહ્યા હતા. ટોળામાંથી અમુક લોકો ફેક્ટરીના સુરક્ષાગાર્ડ અને અન્ય લોકો સાથે કંઈક વાતચીત કરી રહ્યા છે. ટોળામાંથી અમુક લોકોના હાથમાં દંડાઓ પણ હતા. જોકે, ટોળાએ કોઈ મારપીટ કરી ન હતી, પરંતુ મજૂરોનો આક્ષેપ છે કે તેમને ગુજરાત છોડી દેવાની ચીમકી આપવામાં આવી હતી. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ આદરી છે.

સીસીટીવી ફૂટેજ સ્ક્રિનશોટ
17 યુવકોની અટકાયત

હાલોલ જીઆઈડીસી નજીક પરપ્રાંતિયોને હાંકી કાઢવા માટે એકઠા થયેલા 17 લોકોની પોલીસે અટકાયત કરી છે. આ તમામ લોકો હાલોલ જીઆઇડીસી નજીક સિકોતેર માતાના મંદિર પાસે એકઠા થયા હતા. આ અંગે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ 17 યુવકોને ઉઠાવી લીધા હતા. હાલ જીઆઈડીસી વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે.

ગાંધીનગરઃ પરપ્રાંતિયોને ધમકાવતો વીડિયો વાયરલ

ગાંધીનગરના ઉવારસદ ગામ ખાતે પરપ્રાંતિયોને ધમકાવતો એક વીડિયો વાયરલ થયો છે. આ મામલે રાજ્યના પોલીસ વડાએ તપાસના આદેશ કર્યા છે. આ મામલે ચાર વ્યક્તિઓ સામે રાયોટિંગ અને ધમકી આપવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અડાલજ પોલીસે વીડિયોમાં દેખાતા તમામ લોકોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ પરપ્રાંતિયો પર હુમલા: અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ

પરપ્રાંતિયો પર થયેલા હુમલાનાં આંકડા
શહેર-જિલ્લો ગુના આરોપી
મહેસાણા 15 89
સાબરકાંઠા 11 95
અમદાવાદ શહેર 7 73
ગાંધીનગર 3 27
અરવલ્લી 2 20
અમદાવાદ જિલ્લો 3 36
સુરેન્દ્રનગર 1 2
કુલ 42 342

પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાને પગલે પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લોઃ હેલ્પ લાઈન નંબર: ૦૨૭૭૪ ૨૪૮૬૬૬-૨૪૮૭૭૭
મોડાસા વિસ્તાર: ૭૪૩૩૯૭૫૯૭૨
મોડાસા રૂરલ વિસ્તાર: ૭૪૩૩૯૭૫૯૭૧
બાયડ વિસ્તાર: ૭૪૩૩૯૭૫૯૬૫
ભિલોડા વિસ્તાર: ૭૪૩૩૯૭૫૯૬૬

સાબરકાંઠા જિલ્લાનો જિલ્લાનો હેલ્પ લાઈન નંબર: 02772 241303
હિંમતનગર વિસ્તાર: 02772 245024, 02772 247433
તલોદ વિસ્તાર: 02770 220662
પ્રાંતિજ વિસ્તાર: 02770 233076
ગાંભોઈ વિસ્તાર: 02772 250308

આ પણ વાંચોઃ પરપ્રાંતિય હુમલાનો મામલો: સાત જીલ્લામાં 42 ગુના નોંધાયા, 342 લોકોની કરાઈ અટકાયત
First published: October 8, 2018, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading