Home /News /madhya-gujarat /ગોધરા: ભુરાવાવ વિસ્તારનાં ખાડા પૂરવા સરકારી ભંડોળનો દૂરૂપયોગ થયો હોવાનું કલેક્ટરને આવેદન

ગોધરા: ભુરાવાવ વિસ્તારનાં ખાડા પૂરવા સરકારી ભંડોળનો દૂરૂપયોગ થયો હોવાનું કલેક્ટરને આવેદન

ગોધરા,

ગોધરા, પંચમહાલ

યોગેશ્વર સોસાયટી ખાતે બનાવેલ રોડ સારી હાલતમાં હોવા છતાય તે રોડ પર ડામરનો થર લગાવી રીસરફેસિંગ કરવામાં આવી રહ્યું છે તે રોડ પર ડામરની રીસરફેસિંગની કોઇપણ પ્રકારની જરૂર નથી અને નગર પાલિકાના અધિકારીઓ ધ્વારા નવા બનેલા આર.સી.સી. રોડ પર ફક્ત ડામરથી રીસરફેસિંગ કરી નવા રોડન?

વધુ જુઓ ...
    શિવમ પુરોહિત, પંચમહાલ: ગોધરા શહેર વોર્ડ નં 2 ના જાગૃત નાગરિકો ધ્વારા યોગેશ્વર સોસાયટીમાં સારા રોડ ઉપર ગેરરીતી રૂપ થઇ રહેલા રીસરફેસિંગ ના વિરોધમાં જીલ્લા અધિક કલેકટર ને આવેદન આપવામાં આવ્યું હતું.પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ભુરાવાવ વિસ્તાર પાસે આવેલ યોગેશ્વર સોસાયટીના પાકા સિમેન્ટ વાળા રસ્તા પર ગોધરા નગર પાલિકા ધ્વારા ડામરનું રીસરફેસિંગ કરવામાં આવી રહ્યું છે તેવામાં ત્યાંના જાગૃત નાગરિકો ધ્વારા તે કામનો વિરોધ કરતા પંચમહાલ જીલ્લા અધિક કલેકટરને આવેદન આપ્યું હતું.

    યોગેશ્વર સોસાયટી ખાતે બનાવેલ રોડ સારી હાલતમાં હોવા છતાય તે રોડ પર ડામરનો થર લગાવી રીસરફેસિંગ કરવામાં આવી રહ્યું છે તે રોડ પર ડામરની રીસરફેસિંગની કોઇપણ પ્રકારની જરૂર નથી અને નગર પાલિકાના અધિકારીઓ ધ્વારા નવા બનેલા આર.સી.સી. રોડ પર ફક્ત ડામરથી રીસરફેસિંગ કરી નવા રોડની મંજુરી કરાવી અને તે પૈસાનો ભ્રષ્ટાચાર આચરતો હોય તેવી વાત ત્યાંના રહીશો ધ્વારા કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: સુરત: બાળકી પર દુષ્કર્મ ગુજારી હવસખોરો રુમનો દરવાજો બંધ કરીને ભાગી ગયા, થયું મોત

    વધુમાં યોગેશ્વર સોસાયટીના રહીશ શૈલેષ ઠાકરે જણાવ્યું હતું કે યોગેશ્વર સોસાયટીમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ત્યાં ચોમાસાની ઋતુમાં રાસ્તા પર અને ઘરોમાં પાણી ભરાવાના બનાવો બને છે તેનું મુખ્ય કારણ છે કેે રસ્તાનું લેવલ ઘરો ના લેવલ કરતા ઊંચા થઇ રહ્યા છેે, તેથી ચોમાસામાં લોકોના ઘરોમાં પાણી ભારાય છે અને લોકો હેરાન થાય છે. નવા બનેલ આર.સી.સી. રોડ પર ડામરની રીસરફેસિંગની કોઇપણ પ્રકારની જરૂર નથી અને નગર પાલિકાના અધિકારીઓ ધ્વારા નવા બનેલા આર.સી.સી. રોડ પર ફક્ત ડામરથી રીસરફેસિંગ કરી નવા રોડની મંજુરી કરાવી અને તે પૈસાનો ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

    આ પણ વાંચો: અંકલેશ્વર : લોકડાયરામાં ફાયરિંગનો Viral Video, યુવક હવામાં ભડાકા કરતા ખળભળાટ
    " isDesktop="true" id="1181849" >

    વધુમાં ગતરાત્રે નગરપાલિકા દ્વારા ભુરાવાવ વિસ્તાર માં રીસર્ફેસિગ કામ માટે રોકેલ એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી તે સમયે પ્રજા નાં પ્રશ્નો ને સાંભળવા માટે સ્થળ ઉપર વોર્ડ નં ૨ નાં કાઉન્સિલરો ને વારંવાર ફોન કરવા છતાં પ્રજાની અવગણના કરીને સ્થળ ઉપર આવવા નું ટાળ્યું હતું જેથી પ્રજા દ્વારા નારાજગી વ્યક્ત કરી ને કામગીરી ત્યાં જ બંધ કરાવવામાં આવ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, ગોધરા, પંચમહાલ

    विज्ञापन
    विज्ञापन