Home /News /madhya-gujarat /

મજબૂરીનો લાભ લઈ લાખો - કરોડો રૂપિયા ફી પેટે લઈ સારવાર નામે લીધેલ બેફામ નાણાં...

મજબૂરીનો લાભ લઈ લાખો - કરોડો રૂપિયા ફી પેટે લઈ સારવાર નામે લીધેલ બેફામ નાણાં...

કોરોના દરમિયાન ચલાવવામાં આવેલી લૂંટમાં ની સામે જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ...

માનવતાના મુલ્યો ને કારણે મૂકી કરોડો લાખો રૂપિયા અસરગ્રસ્ત દર્દી અને પરિવારજનો પાસેથી ખંખેરી ઉઘાડી લૂંટ ચલાવી હોવાનું પ્રકાશમાં આવ?

    પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના કાળના વિપરીત દુઃખદ સમયે કોરોના પીડિત દર્દીઓ અને તેમના પરિવારજનો પાસેથી ગુજરાતમાં અને પંચમહાલ જિલ્લામાં ખાનગી હોસ્પિટલોએ મજબૂરીનો લાભ લઈ લાખો - કરોડો રૂપિયા ફી પેટે લઈ સારવાર નામે લીધેલ બેફામ નાણાં પરત કરવા અને આવા દવાખાના , ડૉક્ટરો સામે ન્યાયિક પગલાં ભરવાની માંગ સાથે ગોધરા ખાતે જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટી અને કોંગી અગ્રણી રાજેન્દ્રસિંહ પરમાર અને રફીક તીજોરિવાલાનાં નેતૃત્વ અને માર્ગદ્શન હેઠળ ગુજરાતના મહામહિમ રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર ગોધરા મામલતદારને સુપ્રત કરેલ હતું.

    ગુજરાત સરકાર ભૂતપૂર્વ મંત્રીએ પણ જ્યારે આ મુદ્દે ઘટસ્ફોટ કરેલ છે. ત્યારે ગુજરાત માં યોજાયેલ કોંગ્રેસ પક્ષની કોવીડ ૧૯ ન્યાય યાત્રા દરમ્યાન અસરગ્રસ્ત દર્દી અને પરિવારજનો એ કરેલ વિવિધ રજૂઆતો મુજબ વેદના , મુશ્કેલી , ચિંતા પ્રેરિત દુઃખદ સમયે કોરોના કાળમાં કેટલાક ખાનગી હોસ્પિટલ, ઉત્તર હોય માનવતાના મુલ્યો ને કારણે મૂકી કરોડો લાખો રૂપિયા અસરગ્રસ્ત દર્દી અને પરિવારજનો પાસેથી ખંખેરી ઉઘાડી લૂંટ ચલાવી હોવાનું પ્રકાશમાં આવેલ છે ખાનગી હોસ્પિટલો એ દર્દીઓ પાસેથી જુદા જુદા ચાર્જ રૂપે અને ઘણા રૂપિયા વસૂલ્યા છે તેમજ હોસ્પીટલે કેટલો ખર્ચ થશે તેની વિગત દર્શાવેલી જણાવેલ નથી આ રીતે દર્દીઓ અને પરિવારજનોએ અનેક યાતનાઓ નો સામનો કરેલ છે જે વિશિષ્ટ જ્ઞાન બહાર આવેલ છે

    તે દુઃખદ અને ચિંતા પ્રેરિત હોય આવા અસર પામેલા દર્દીઓ અને પરિવારજનોને વ્યાજબી ફી ની રકમ ને બાદ કરતા મજબુરીનો લાભ લઇ અનેક ગણા નાણાં પરત ચૂકવવા સાથે આવા ખાનગી હોસ્પિટલો સામે ઉપયોગી પગલા ભરવા પરંતુ અમલ કરવામાં આવેલ જિલ્લા કોંગ્રેસ દ્વારા નીકળેલી સૂત્રોચાર સાથે મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું જેમાં વકીલ પ્રકાશ બારોટ ,રાજેશ હદિયેલ , આબીદ શેખ , સિદ્દિક ડેની, સન્ની શાહ ,ગણપત પટેલ , ઉમેશ શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો જોડાયેલ હતા..
    First published:

    Tags: COVID-19, Panchmahal, કોંગ્રેસ, ગોધરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन