Panchmahal: જિલ્લાના 8 જેટલા વિસ્તારમાં 25 જાન્યુઆરીએ રહેશે વીજકાપ, કંપનીએ આપી સુચના
Panchmahal: જિલ્લાના 8 જેટલા વિસ્તારમાં 25 જાન્યુઆરીએ રહેશે વીજકાપ, કંપનીએ આપી સુચના
વીજ પુરવઠો બંધ, ગોધરા, પંચમહાલ
ગોધરા (godhra), શહેરા (Shehra), સંતરોડ (santrod), મોરવા હડફ (morvahadaf) તથા કાકણપુર (kankanpur) ની પેટા વિભાગીય કચેરી ખાતે થી વીજળી નો પુરવઠો બંધ રાખવા માં આવશે.
ગોધરા, પંચમહાલ: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (mgvcl) ની સંચાલન અને નિભાવની વિભાગીય કચેરી ગોધરા દ્વારા વીજ પુરવઠો (electric supply) બંધ રહેવાની નોટીસ આપવામાં આવી છે. જેમાં પંચમહાલ (Panchmahal) જિલ્લાના ૮ જેટલા વિસ્તારમાં આવતી કાલે તારીખ ૨૫ જાન્યુઆરીનાં રોજ સવારે ૮ થી બપોરનાં ૩ વાગ્યા સુધી વીજળીનો પુરવઠો બંધ રહેવાનો છે. જેમાં ગોધરા (godhra), શહેરા (Shehra), સંતરોડ (santrod), મોરવા હડફ (morvahadaf) તથા કાકણપુર (kankanpur) ની પેટા વિભાગીય કચેરી ખાતેથી વીજળીનો પુરવઠો બંધ રાખવામાં આવશે. તેથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તેનાં માનવંતા ગ્રાહકો માટે વીજળી નો પુરવઠો બંધ રહેવાની સુચના અગાઉ આપવામાં આવી છે.
સુચનામાં જણાવવામાં આવ્યું છે કે મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડના માનવંતા ગ્રાહકોને તથા જાહેર જનતાને જણાવવાનું કે જેટકો દ્વારા 220kv ગોધરા અને 66kv પાનમ સબસ્ટેશનમાં અને એમ.જી.વી.સી.એલ દ્વારા 66kv જાફરાબાદ 66kv લીલેસરા 66kv શહેરા 66kv સંતરોડ 66kv મોરા 66kv રજાયતા 66kv ટુવા સબસ્ટેશનમાં અગત્ય નું સમારકામ હોવાથી સબ સ્ટેશનમાંથી નીકળતા નીચે મુજબના તમામ ૧૧ કેવી ફિડર્સે ઉપર જોડેલ હળવા તેમજ ભારે દબાણવાળા માનવંતા ગ્રાહકોને તારીખ 25/1/2022 ને મંગળવારના રોજ નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં. સમર કામ પૂરું થતાં જ કોઈપણ જાતની જાણ કર્યા સિવાય વીજપુરવઠો શરૂ કરી દેવામાં આવશે તેવું એમજીવીસીએલએ પોતાના ગ્રાહકોને જણાવ્યું હતું.
૧. પેટા વિભાગીય કચેરી ગોધરા પૂર્વ ના 66કેવી જાફરાબાદ સબ સ્ટેશન ના શ્રી રામ/જીઆઇડીસી રોડ, (અર્બન) વિસ્તારમાં સવારે 8 થી બપોરના ૩ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
૨. પેટા વિભાગીય કચેરી ગોધરા પશ્ચિમ ના ૨૨૦કેવી ગોધરા સબ સ્ટેશન ના સીવીલ લાઈન, (અર્બન) વિસ્તારમાં સવારે ૭ થી બપોરના ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
૩. પેટા વિભાગીય કચેરી ગોધરા ગ્રામ્ય ના ૨૨૦કેવી ગોધરા સબ સ્ટેશન ના ડીડી સ્ટીલ (એચ ટી એક્સ) વિસ્તારમાં તથા 66kv લીલેસરા સબ સ્ટેશનના વિસ્તારોમાં સવારે ૭ થી બપોરના ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
૪. પેટા વિભાગીય કચેરી શહેરા-૧ ના 66કેવી શહેરા સબ સ્ટેશન ના નાથુજીના મુવાડા, વલ્લભ પુર તથા અણીયાદ વિસ્તારમાં સવારે 8 થી બપોરના ૩ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
૫. પેટા વિભાગીય કચેરી શહેરા-૨ ના 66કેવી પાનમ સબ સ્ટેશન ના ડેમ, પાનમ(જનરેશન), બોરીયા, કોઠા વિસ્તારમાં સવારે ૭ થી બપોરના ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.