પંચમહાલ : જિલ્લાના શહેરા નગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નહિવત થતા ગ્રામ્ય અને નગરના લોકોને અસંખ્ય ગરમથી ઘૂંટાઈ ગયા હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા કચ્છ ,દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. આગાહીના અનુરૂપ શહેરા નગર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી હતી. વરસાદ વરસતા શહેરા તથા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હાશકારો થયો હતો જ્યારે વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી શહેરા નગરમાં આવેલા હાલોલ શામળાજી હાઈવે રોડ અણીયાદ ચોકડી વિસ્તાર માં પાણી ભરાયું હતું. જોકે આ વિસ્તારમાં છાશવારે વરસાદ વરસતા જ પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો થાય છે જ્યારે લાંબા સમયના વિરામબાદ વરસાદ વરસતા નગરવાસીઓ તથા ગ્રામ્ય વિસ્તારમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર