Home /News /madhya-gujarat /

Daily Highlights:શહેરામા ૩.૫ કરોડના અનાજ કૌભાંડમા ઇન્ચાર્જ મેનેજરની ધરપકડ

Daily Highlights:શહેરામા ૩.૫ કરોડના અનાજ કૌભાંડમા ઇન્ચાર્જ મેનેજરની ધરપકડ

પંચમહાલ

પંચમહાલ ડેઈલી ન્યૂઝ અપડેટ

Panchmahal news:એદલપુરા ગામે (Aladpura) શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરે (krushna pranami temple) ગામજનો દ્વારા 49 મો સ્વામી શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવની ધામધુમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.  Panchmahal news: The 49th Swami Shri Prannath Pragatya Mahotsav was celebrated with great fanfare by the villagers at Shri Krishna Pranami Temple in Aladpura.

વધુ જુઓ ...
    પંચમહાલઃ પંચમહાલ જિલ્લા (Panchmahal news) ઘોઘંબા તાલુકાના (Ghoghanba news) એદલપુરા ગામે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરે ગામજનો દ્વારા 49 મો સ્વામી શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ ની ધામધુમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.  પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એદલપુરા ગામના ગ્રામજનો દ્વારા શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરે સ્વામી શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુંદલપુરાના ગુરુજી મહેન્દ્રભાઈ પ્રસાદ તથા માતાજી નિલનીબેન ના હસ્તે 49 મો સ્વામીશ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી.ત્યારે આજુબાજુના ગામનાં ભજન મંડળ અને મોટી સંખ્યામાં નાના ભુલકાઓ અને મહીલા મંડળ સહીત હાજર રહ્યા હતાં.

    ગોધરામા માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા પ્રણવ કુમાર ભાટીયાનો દિકરો વિહાન ભાટીયા જે નેશનલ લેવલની મોડલિંગ કોમ્પિટિશન India's Next Top Model 2021 મા ભારતભરમાંથી 5000 પ્રતિસ્પર્ધીઓ એ ઓડિશન આપ્યા હતાં જેમાં ગોધરાના પુત્ર વિહાને દાહોદમાં ઓડિશન આપી તેમાં આવતા ૭થી ૮ રાઉન્ડ જેમાં photoshoot રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, કોસ્ચ્યુમ રાઉન્ડ તેમજ થ્રી પીસ સૂટ રાઉન્ડ જેવા તમામ રાઉન્ડ પાર કરી ભારતમાંથી સિલેક્ટ કરવામાં આવેલા ૧૦૦ કન્ટેસ્ટન્ટ માં સ્થાન મેળવ્યું. તેમજ રાષ્ટ્રીય કક્ષાની આ કોમ્પિટિશનમાં વિહાને જુનિયર કેટેગરીમાં મિસ્ટર ગુજરાત નો ખિતાબ મેળવ્યો.

    જેમાં બાહરથી આવેલ મહેમાન દ્વારા અવાર નવાર ભજન કિર્તન અને સંત્સંગ કરી સુદરસાથ ના દિલ જીતી લીધા હતા.ત્યારે તા-4-10-2021 ના રોજ રાત્રે ગુરુજી તથા બહારથી પધારેલ સુદરસાથ દ્વારા ભજન-સત્સંગ નો કાર્યક્રમ બહું સુંદર રીતે યોજાયો હતો અને તા-5-10-2021ના રોજ સવારે ગુરુજી તથા માતાજી ને કુમ કુમ તીલક કરી ફુલ ગુચ્છથી સ્વાગત કરી સ્વામી શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ ની ધજા ગુરુજી ના હસ્તે ફરકાવી ચોકલેટ થી મો મીઠું કરી શ્રીફળ ફોડી પ્રાણનાથ નો જયકારા કરી આ આયોજન ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અને આવેલાં સુદરસાથ ને મહા પ્રસાદ કરાવી વિદાય આપવામાં આવી હતી.

    3. શહેરા ના સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની ગૂણો સગવેગે કરનારા ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ રોત મેઘરજ વિસ્તારમાંથી ઝડપાયો.
    4. ગોધરામાં બપોરથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું જેને લઇને સમી સાંજે વીજળીના ગડગડાટ સાથે વરસાદી ઝાપટુ પડ્યું.
    5.  ગોધરામાં નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ મળી રહ્યો છે ત્યારે સંગીતની સાધના કરનારા સંગીતકારો પણ તૈયારીઓના અંતિમ ચરણમાં છે. ગોધરામાં કેટલીક જગ્યાએ ડીજે તો કેટલીક જગ્યાએ ઓરકેસ્ટ્રા ગ્રુપ થી ગરબા ની રમઝટ જામશે. તેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજનાર પોલીસ પરિવાર માટે ના ગરબા માં'અવસર કલામંદિર' સંગીત ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ જમાવવા માં આવશે.

    જ્યારે ખેલૈયાઓ ગરબે રમવા માટે થનગની રહ્યા છે ત્યારે ખેલૈયાઓને ગરબાની રમઝટ માણી શકે તે માટે સંગીતકારો પણ ગરબા ની પ્રેક્ટિસ છેલ્લા કેટલાય દિવસોથી કરી રહ્યા છે અને નવરાત્રિના અગાઉ એક-બે દિવસ બાકી હોય ત્યારે તેમની પ્રેક્ટિસ નું અંતિમ ચરણ જોવાઈ રહ્યું છે. અવસર કલામંદિર દ્વારા આ વર્ષે 'ઓ મારી માવડી'  'નવલખ તારલા' જેવા નવા ગરબા પણ ખેલૈયાઓ માટે પ્રસ્તુત કરવામાં આવશે જેના લેખક, કંપોઝર અને ગાયક ગોધરાના રહેવાસી અને અવસર કલામંદિર ના સંચાલક મનીષ ચૌધરી છે. ગરબાની તૈયારીઓમાં મુખ્ય ગાયકો મનીષ ચૌધરી ,કિન્નરી સોની તથા ભરત પટેલ તેમજ વાદનમાં અમિત પટેલ, મીત ચૌહાણ, જીતુ પટેલ તેમજ મિતેશ પટેલ સાથે એટલા ઓતપ્રોત થઈ ચૂક્યા છે કે છેલ્લા 1 વર્ષ ના લીધેલા મહાવિરામ માં પડેલી કલાકારોને મુશ્કેલી પણ વિસરાઈ ગઈ છે.
    First published:

    Tags: Godhra news, Navratri 2021, Panchmahal News

    આગામી સમાચાર