ગોધરા : 'હમ જીસે ચાહતે વોહી બેવફા,' પત્નીએ જ કરાવી નાખી પતિની હત્યા! ફિલ્મી કહાણી

ગોધરા : 'હમ જીસે ચાહતે વોહી બેવફા,' પત્નીએ જ કરાવી નાખી પતિની હત્યા! ફિલ્મી કહાણી
મૃતક રાજુ અને તેની રીક્ષા પરનું લખાણ

પત્નીએ જ પ્રેમી સાથે રહેવા માટે પતિને મોતને ઘાટ ઉતારવા રચ્યું કાવતરું અને પ્રેમી પાસે કરાવી હત્યા, પત્ની ભાગી ગઈ ત્યારે રાજુએ પોતાની રીક્ષા પર લખી હતી વેદના

  • Share this:
    ,રાજેશ જોષી, ગોધરા :કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમને પામવાના નશામાં વ્યક્તિ કોઈપણ પગલું ભરવા તૈયાર થઈ જાય છે અને આખરે પ્રેમ નહિં પણ પરિણામ હોય છે પસ્તાવો ! એવું જ કંઈક ગોધરાના (Godhra) ધોળાકુવા ગામે બન્યું છે.પત્નીએ જ પ્રેમીની (Wife Killed Husband) મદદથી પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. પતિને મોતને ઘાટ ઉતારી બનાવને અકસ્માતમાં ખપાવી દેવા માટે રિક્ષાને ખાડામાં પલટી પણ ખવડાવી દેવામાં આવી હતી પરંતુ પોલીસની તપાસમાં હત્યા કરવામાં આવી હોવાનો પર્દાફાશ થઈ ગયો હતો.

    ગોધરા એ ડીવીઝન પોલીસે હત્યામાં સંડોવાયેલા બેની ધરપકડ કરી છે. જોકે પત્નીએ પ્રેમી સાથે રહેવા રચેલા કાવતરામાં હાલ તો પોતાના બે સંતાનો નોંધારા બન્યા છે ,પતિ મોતને ભેટ્યો છે જયારે પત્ની અને પ્રેમી બંનેના મોજ કરવાના સ્વપ્નો રોળાયા છે અને જેલવાસમાં જવુ પડ્યું છે. ગોધરા તાલુકાના ધોળાકુવા ગામે રહેતા રાજેશ માવીના લગ્ન સુરેખાબેન સાથે સમાજના રીતરિવાજ મુજબ કરાયા હતા. સુખી દાંપત્ય જીવન દરમિયાન કુદરતે બંનેને એક દીકરી અને દીકરાની ભેટ પણ આપી હતી.



    મૃતક રાજુની ફાઇલ તસવીર


    આ પણ વાંચો : રાજકોટ : ધૈર્યરાજસિંહને બચાવવા રાજદીપસિંહ રીબડા પણ મેદાને, ઇન્સ્ટાગ્રામ Video Viral થયો

    પરંતુ સુરેખાને ધોળાકુવા ગામના પાલનપુર ફળિયામાં રહેતા પીન્ટુ બારીયા નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી.દરમિયાન સુરેખા અને પીન્ટુ વચ્ચે દિન પ્રતિદિન સંબંધો ગાઢ બનતા ગયા હતા અને બંનેએ સાથે જીવવાનું મનોમન નક્કી કરી લીધું હતું.દરમિયાન આઠ માસ અગાઉ સુરેખા પોતાના બે સંતાનો અને પતિને છોડી પીન્ટુ સાથે ભાગી ગઈ હતી.

    જોકે જેનાબાદ સમાજ  અગ્રણીઓ દ્વારા સુરેખાને પરત લાવી તેના પતિ રાજેશને સોંપવામાં આવી હતી.દરમિયાન રાજુએ પોતાના સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી અન્ય સાથે ભાગી ગયેલી પોતાની પત્નીને અપનાવી હતી.બીજી તરફ સુરેખા અને પીન્ટુને રાજુ આંખના કણા જેમ ખૂંચતો હતો જેથી બંનેએ રાજુને પોતાના વચ્ચેથી કાયમી ધોરણે દૂર કરી દેવાનું કાવતરું રચ્યું હતું.

    જે માટે પિન્ટુએ સુરેખાના કહેવાથી રાજુ સાથે મિત્રતાના સંબંધો કેળવી વિશ્વાસમાં લઈ લીધો હતો.રાજુ પીન્ટુ સાથેની મિત્રતાને લઈ તેના કહ્યા મુજબ વર્તતો હતો. આ જ બાબતનો સુરેખા અને પિન્ટુએ ગેરલાભ ઉઠાવ્યો.સુરેખાના ઈશારે રાજુને મોતને ઘાટ ઉતારી દેવા માટે પિન્ટુએ તેને રીક્ષા લઈ ધોળાકુવા પથ્થરની ફેકટરી પાસે બોલાવ્યો હતો અને જેનાબાદ રાજુને ગળામાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.

    આ પણ વાંચો : અમદાવાદ : દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી લાખોની શોપિંગ કરી, કરતૂત જાણી પોલીસ પણ આશ્ચર્યમાં

    બીજી તરફ બનાવને અકસ્માતમાં ખપાવી દેવા પીન્ટુએ રિક્ષામાં રાજુને બેસાડી રોડની બાજુમાં આવેલા ખાડામાં રિક્ષાને પલટી ખવડાવી દીધી હતી.જોકે રીક્ષા પલટી ખાઈ જવાથી રાજુ મોતને ભેટયો હોવાની જાણ થતાં જ સ્વજનો અને આજુબાજુના રહીશો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.દરમિયાન રાજુના ગળામાં છરી જેવા હથિયારના ઘા જોવા મળતાં જ પોલીસને રાજુની હત્યા કરવામાં આવી હોવાનું જણાયું હતું જેથી પોલીસે આંતરિક રાહે તપાસ કરતાં રાજુની પત્ની અને તેના પ્રેમીની સંડોવણી બહાર આવી હતી.જેથી પોલીસે સુરેખા અને પિન્ટુની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી બંને સામે હત્યાનો ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.

    રાજુએ સુરેખાની 'બેવફાઈ'થી પ્રતાડિત થઈને અને રીક્ષા પર ચિતરાવ્યું હતું દર્દ


    જીસે હમ ચાહતે વોહી બેવફા!

    રાજુ પાસે પોતાની રીક્ષા પણ હતી.આ રીક્ષા પાછળ તેણે પોતાના દિલની વેદના વ્યક્ત કર્યા હોય એવા લખાણ લખ્યા હતા.આ લખાણ જ તેના દિલનો ભાવ સ્પષ્ટ કરતાં હતાં.રાજુની પત્ની પીન્ટુ સાથે ભાગી ગઈ હતી ત્યારથી રાજુની જીદંગી જીવતી લાશ સમી બની ગઈ હોવાનું કહેવાય છે જેથી રાજુએ પોતાની જીવન સંગીની બેવફા હોવાને દર્શાવતું લખાણ પોતાની રીક્ષા પાછળ લખ્યું હતું !

    આ પણ વાંચો : સુરત : બાઇક પર સ્ટન્ટ સાથે રોમાન્સ ભારે પડ્યો, Live video વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી, કપલે માંગી માફી

    સુરેખાએ બે બોટલમાં કંઈક ઝેરી પ્રવાહી રાખ્યું હોવાનો સ્વજનોનો આક્ષેપ !

    સુરેખાએ પોતાના પતિને પ્રેમીની મદદ લઇ મોતને ઘાટ ઉતારી દીધો છે. જેનાબાદ  ઘરમાં સ્વજનોએ  તપાસ કરતાં એક છુપાવી રાખેલો મોબાઈલ ફોન અને બે બોટલમાં ઝેરી હોય એવું પ્રવાહી પણ મળી આવ્યું હોવાનું મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું. સ્વજનોએ આક્ષેપ કર્યા હતા કે રાજુ અને તેના સંતાનોને ઝેર આપી મારી નાંખવાના કારસાના ભાગરૂપે આ બે બોટલ રાખવામાં આવી હશે,રાજુ અને તેના સંતાનો પોતાના માર્ગ માંથી દૂર થઈ જાય તો પ્રેમી સાથે રહી શકાય જે માટે સુરેખાએ આ ષડ્યંત્ર રચ્યા હોવાના આક્ષેપો સ્વજનોએ કર્યા હતા.
    Published by:Jay Mishra
    First published:March 14, 2021, 11:56 am